Achira News Logo
Achira News

જામનગર જિલ્લાએ જાગૃતિ કાર્યક્રમો અને પ્રદર્શનો સાથે શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરી

Divya Bhaskar
જામનગર જિલ્લાએ જાગૃતિ કાર્યક્રમો અને પ્રદર્શનો સાથે શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરી
Full News
Share:

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના માર્ગદર્શન હેઠાક જામનગર જિલ્લામાં તા. 27થી 31 જાન્યુઆરી 2026 દરમિયાન શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર દ્વારા જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આ સપ્તાહ અંતર્ગત જાગૃતિ લક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહનો પ્રારંભ ન્યૂ સ્કૂલ દિગ્વિજયસિંહજી સરકારી શાળાથી કરવામાં આવ્યો હતો. જ્યાં શાળાના આચાર્યના ઉદબોધન બાદ ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉદઘાટન નિહાળી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાઈ હતી. ​સમગ્ર સપ્તાહ દરમિયાન ડિઝાસ્ટર મામલતદારના માર્ગદર્શન હેઠળ આરટીઓ ઇન્સ્પેક્ટર એસ.વી. રૂપાણી અને રોડ સેફ્ટી ટ્રેનર વનરાજ વેગડા દ્વારા માર્ગ સલામતીના નિયમોનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા કટોકટીના સમયે ઉપયોગી એવી પ્રાથમિક સારવાર અંગેના જીવંત નિદર્શનો રજૂ કરાયા હતા. પાંચ દિવસ સુધી ચાલેલા આ અભિયાનમાં રોડ સેફ્ટી, 108 એમ્બ્યુલન્સ, GSFC, રિલાયન્સ, ફાયર બ્રિગેડ અને રેડ ક્રોસ સોસાયટી જેવા વિવિધ વિભાગોએ જોડાણ કરી વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન અને શું કરવું અને શું ન કરવું તે અંગે વિશેષ જાગૃત કર્યા હતા.​ આ ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે આપત્તિ વ્યવસ્થાપન વિષય પર નિબંધ, ચિત્ર અને વક્રતૃત્વ સ્પર્ધાઓ તેમજ પોસ્ટર પ્રદર્શન યોજાયા હતા, જેના દ્વારા બાળકોમાં સલામતી પ્રત્યે સભાનતા કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

જામનગર જિલ્લાએ જાગૃતિ કાર્યક્રમો અને પ્રદર્શનો સાથે શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરી | Achira News