Achira News Logo
Achira News

જામનગર જિલ્લાએ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કર્યા

Divya Bhaskar
જામનગર જિલ્લાએ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કર્યા
Full News
Share:

જામનગર જિલ્લાનુ સોમવારે ઘો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનુ પરીણામ જાહેર થયુ છે.જેમાં શહેરની બે સરકારી વિજ્ઞાન શાળા પૈકી નવાનગર હાઇસ્કુલનુ ઘો.12 વિજ્ઞાન પ્રવાહનુ 100 ટકા પરીણામ રહયુ છે.જયારે સામાન્ય પ્રવાહનુ પણ 94.73 ટકા જેટલુ ઉજજવળ પરીણામ રહ્ય તદુપરા઼ત ભણગોર સરકારી ઉચ્ચ સેકન્ડરી સ્કુલના તમામ 18 વિધાર્થીઓ, પરડવા સરકારી માધ્યમિક અને ઉ.મા. સ્કુલના તમામ 14 વિધાર્થીઓ,જોડીયાની શેઠ કે.ડી.વી. શાળાના તમામ 10 વિધાર્થીઓ,ધુડશીયા સરકારી ઉ.મા. શાળાના તમામ 9 વિધાર્થીઓ અને પીપરટોડા સરકારી ઉ.મા.શાળાના તમામ 25 વિધાર્થીઓ ઉતિર્ણ થયા છે.જે સાથે બાલંભા સરકારી ઉ.મા. શાળાના તમામ 9 વિધાર્થીઓ, મોડપુર સરકારી ઉ.મા.શાળાના તમામ પરીક્ષાર્થીઓ ઉતિર્ણ થતા સામાન્ય પ્રવાહનુ પરીણામ 100 ટકા રહયુ છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

જામનગર જિલ્લાએ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કર્યા | Achira News