Achira News Logo
Achira News

જામનગર શહેરમાં શીત લહેરથી રાહત મળી

Divya Bhaskar
જામનગર શહેરમાં શીત લહેરથી રાહત મળી
Full News
Share:

જામનગર શહેરમાં સતત ત્રીજા દિવસે લઘુતમ તાપમાનમાં વધારો થતા 16.6 ડિગ્રી પર સ્થિર થયુ હતુ.જેના કારણે સપ્તાહના પ્રારંભથી તિવ્ર ઠંડીનુ જોર ધીમુ પડયુ છે.જોકે,રાત્રીથી સવાર સુધી ટાઢનો મુકામ બરકરાર રહયો છે. જામનગર શહેરમાં મંગળવારે પણ લઘુતમ તાપમાન આંશિક વધારા સાથે 16.6 ડિગ્રી નોંધાયુ હતુ.છેલ્લા 48 કલાકથી અવિરત પારો ઉંચકાતા તિવ્ર ઠંડીથી જનજીવને આંશિક મુકિત મેળવી હતી.જે સાથે મહતમ પારો પણ 28.5 ડીગ્રી પર સ્થિર થયો હતો.જેના કારણે બપોરે સુર્યનારાયણના આગવા મિજાજનો અહેસાસ જનજીવને કર્યો હતો.જોકે, સુર્યાસ્ત સાથે જ ફરી વાતાવરણમાં ટાઢોડુ પ્રસર્યુ હતુ.ફેબ્રુઆરી માસના પ્રારંભથી જ ઠંડીનુ જોર ક્રમશ: ઘટતા જનજીવને પણ રાહત અનુભવી હતી.ઠંડીની સાથે પવનની ઝડપમાં પણ નોંધપાત્ર્ર ઘટાડો થતા પાંચથી દશ કિ.મી.ની ઝડપ નોંધાઇ હતી.જોકે, હજુ પણ ઠંડીના એક રાઉન્ડની સભાવના જાણકારો દર્શાવી રહયા છે. શહેરમાં સવારે આકાશમાં હળવા વાદળો પણ છવાયેલા રહયા હતા.જોકે,થોડીવારમાં જ વાતાવરણ પુન: સ્વચ્છ જોવા મળ્યુ હતુ.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

જામનગર શહેરમાં શીત લહેરથી રાહત મળી | Achira News