Achira News Logo
Achira News

જામનગરના ઘો.12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો મિશ્ર પ્રવાહો સાથે જાહેર થયા

Divya Bhaskar
જામનગરના ઘો.12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો મિશ્ર પ્રવાહો સાથે જાહેર થયા
Full News
Share:

જામનગરનુ ઘો.12 વિજ્ઞાન પ્રવાહનુ સોમવારે 89.90 ટકા અને સામાન્ય પ્રવાહનુ 92.99 ટકા પરીણામ જાહેર થયુ હતુ.જે ગત વર્ષની સાપેક્ષમાં અનુક્રમે 1.35 ટકા અને 0.62 ટકા ઘટયુ હોવાનુ સામે આવ્યુ છે.જેની પાછળ ગત વર્ષની સાપેક્ષમાં વિધાર્થીઓની સંખ્યામાં અનુક્રમે 252 વ સામાન્ય પ્રવાહમાં ગત વર્ષે સરખામણીએ એ-વન ગ્રેડમાં 57 વિધાર્થીઓ અને એ ટુ ગ્રેડમાં 57 વિધાર્થીઓ વધ્યા હોવાનુ નોંધાયુ હતુ.ખાસ કરી વિધાર્થીઓની સખ્યામાં વધારો પરીણામમાં આંશિક ઘટાડો સુચવતુ હોવાનુ શિક્ષણવિદો જણાવી રહયા છે.જોકે, છેલ્લા વર્ષોમાં સાયન્સ ક્ષેત્રમાં ઉચ્ચ માધ્યમિક શિક્ષણની સુવિધાઓમાં વધારો વિધાર્થીઓના વ્યકિતગત પરીણામાં સુધારો લાવ્યો હોવાનુ ઉમેર્યુ હતુ. શહેરમાં એન્જીનીયરીંગ, મેનેજમેન્ટ અને કોમ્પ્યુટર સ્નાતક વગેરે માટે સિમિત સુવિધાઓના કારણે હવે એ-વન અને ટુ ગ્રેડનુ પરીણામ પ્રાપ્ત કરનારા તેજસ્વી વિધાર્થીઓ ઉચ્ચ્ અભ્યાસ અર્થે સૌરાષ્ટ્ર સહિત રાજયની મોટી કોલેજોમાં એડમિશન માટે પ્રયાસો કરશે એમ મનાય રહયુ છે. દેવભૂમિ ગ્રામ્યની 2 તેજસ્વી છાત્રા ટોપર્સવિજ્ઞાન પ્રવાહમાં જામનગર શહેર-જિલ્લામાં 29 વિધાર્થીઓ ટોપર્સ રહયા છે જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે વિધાર્થીનીઓએ એ વન-ગ્રેડમાં ઝળકી છે.જિલ્લા કક્ષામાં બંને એ વન ગ્રેડમાં ઝળકેલી વિધાર્થીનીઓ નંદાણા (તા. કલ્યાણપુર) અને વનાવડ(ભાણવડ) પંથકમાં સ્થિત શૈક્ષણીક સંકુલમાં અભ્યાસ કરતી હોવાનુ સામે આવ્યુ છે.દેવભૂમિ જિલ્લામાં બંને ટોપર્સે ગ્રામ્ય પંથકમાંથી ઉત્કૃષ્ટ શૈક્ષણિક કારકિર્દીનુ પ્રારંભિક ઘડતર કર્યુ હોવાનુ જાણકારો જણાવી રહયા છે. ધ્રોલનુ વિ.પ્ર.નું ઉંચુ રિઝલ્ટઘો.12 વિજ્ઞાન પ્રવાહનુ જામનગર કેન્દ્રનુ 86.77 ટકા, ધ્રોલ કેન્દ્રનુ સૌથી વધુ 97.31 ટકા, જયારે ખંભાળિયાનું 87.21 અને મીઠાપુરનું 85.48 ટકા પરીણામ રહયુ છે. સામાન્ય ખેતમજુર પરિવારની છાત્રા અવ્વ્લ ક્રમે ઝળકીદેવભૂમિ જિલ્લાના નંદાણા ગામે મયુર શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતી શ્વેતા ભેડા ઘો.12 સાયન્સ બી ગ્રૃપમાં એ વન ગ્રેડમાં ઝળકી છે. ભવિષ્યમાં એમબીબીએસ કરી તબીબ બનવાની મહેચ્છા ધરાવતી તેજસ્વી છાત્રાએ શ્રેષ્ઠત્તમ પરીણામ મેળવી ખેતમજુરી કામ સાથે સંકળાયેલા શ્રમિક મધ્યમવર્ગીય પરીવારને ગૌરવાંકિત કર્યો છે.ઘો.11-12ના વિ.પ્ર.ના અભ્યાસ દરમિયાન શાળાના શિક્ષકો-સ્ટાફના સહયોગને પણ ઉત્કૃષ્ટ પરીણામનો શ્રેય આપ્યો હતો.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

જામનગરના ઘો.12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો મિશ્ર પ્રવાહો સાથે જાહેર થયા | Achira News