જામનગર શહેરના સુભાષ બ્રિજની નીચે વૃધ્ધની ગળેટુંપો આપી, નદીમાં ફેંકીને મોઢા પર પથ્થર મારીને હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી દીધો હતો. મચ્છીનો વેપાર કરતા હોય અને લૂંટના ઈરાદે હત્યા કરી હોવાની આશંકાએ પોલીસ વૃધ્ધની ઓળખ મેળવતા તે બેડી વિસ્તારમાં રહેતા હોય અને મચ્છીનો વેપાર કરતા ઈસ્માઈલ હારૂન કેર (ઉ.વ.59)નું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તેના પરિવારને જાણ કરી હતી. મૃતદેહને પીએમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમીક રીપોર્ટમાં વૃધ્ધની ગળેટુંપો આપીને હત્યા કરી અને ઓળખ છુપાવવા માટે મોઢા પર પથ્થર માર્યાનું પોલીસના પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ પરથી અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. હત્યારાઓની સઘન શોધખોળ કરવામાં આવી રહી છે. હત્યાના સ્થળે થી વૃધ્ધના ખીસ્સામાંથી પૈસા કે, પાકીટ અને મોબાઈલ કે અન્ય કોઈ વસ્તુઓ મળી આવી ન હતી. જેથી હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હોવાની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ હત્યાનું કારણ સ્પષ્ટ થયું નથી. વૃદ્ધ દૈનિક 5-7 હજારનો વેપાર કરતા'તા બેડીના ઈસ્માઈલ કેર ઘરેથી વહેલી સવારમાં 5:30 કલાકે ત્રણબત્તીથી મચ્છી લઈને દરેડ ઘઉંના ગોડાઉન પાસે રોડ પર રીક્ષામાં મચ્છીનું વેંચાણ કરે છે. દૈનિક 5 થી 7 હજારનો ધંધો કરે છે. તે બેડી ગેઈટ સુધી સીસીટીવી કેમેરામાં જોવા મળે છે. જે બાદ તે જોવા મળતો નથી.
જામનગરના પુલ નીચે વૃદ્ધ માછલી વેપારીનું ગળું દબાવીને મોત
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.