Achira News Logo
Achira News

જામનગરના બેદી વિસ્તારમાં માછીમાર રિક્ષા ચાલકની હત્યાઃ પોલીસ તપાસ

Akila News
જામનગરના બેદી વિસ્તારમાં માછીમાર રિક્ષા ચાલકની હત્યાઃ પોલીસ તપાસ
Full News
Share:

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૫ : જામનગર શહેરમાં માત્ર પાંચ દિવસના સમયગાળામાં હત્યાની બીજી ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. સુભાષ બ્રિજ નીચેથી મળી આવેલા બેડી વિસ્તારના માછીમાર રીક્ષા ચાલકની રોકડ અને મોબાઈલ ફોનની લૂંટના ઇરાદે હત્યા કરાયાનું સામે આવ્યું છે. મૃતકની ઓળખ બેડી વિસ્તારના રહેવાસી અને માછલી વેચવાનો વ્યવસાય કરતા ઇસ્માઈલભાઈ હારૂનભાઈ કેર (ઉ.વ. 59) તરીકે થઈ છે. મૃતકના પુત્ર અસગર ઇસ્માઈલભાઈ કેર દ્વારા સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોતાના પિતાનું લૂંટના ઇરાદે અપહરણ કરી હત્યા અને લૂંટ અંગે ફરિયાદ નોંધાવી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

જામનગરના બેદી વિસ્તારમાં માછીમાર રિક્ષા ચાલકની હત્યાઃ પોલીસ તપાસ | Achira News