Achira News Logo
Achira News

જામનગરમાં એન. ઇ. ઇ. ટી. યુ. જી. ની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ

Divya Bhaskar
જામનગરમાં એન. ઇ. ઇ. ટી. યુ. જી. ની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ
Full News
Share:

જામનગરમાં NEET(UG)ની પરીક્ષામાં 1658 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા અને તેઓની પાંચ કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રવિવારે ચુસ્તબંદોબસ્ત સાથે શરૂ થયેલી પરીક્ષામાં 1632 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. 26 ગેરહાજર રહ્યા હતા. શાંતિપુર્ણ પરીક્ષા પુર્ણ જામનગરના વાલસુરા અને અલીયાબાડા સ્થિત જવાહર નવોદય વિદ્યાલય તેમજ શહેરના એરફોર્સ સ્ટેશન-1 કેન્દ્રીય વિદ્યાલય, ઈન્ફન્ટ્રી લાઈન્સમાં કેન્દ્રીય વિદ્યાલય-2 અને ડીકેવી ખાતેના કેન્દ્રો પર NEET(UG)ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. NEET(UG)ની પરીક્ષામાં કુલ 1658 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. પરીક્ષાર્થીઓને તકલીફ ન પડે તે માટે એસ.ટી.બસની વાલસુરા અને અલીયાબાડાના જવાહર નવોદય વિદ્યાલય ખાતે તેમજ શહેરના કેન્દ્રો પર એસ.ટી.બસની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. જેથી તેઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે. બપોરે 2 વાગ્યાથી શરૂ થઈને સાંજે પાંચ વાગ્યા સુધીમાં શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. આ NEET(UG)ની પરીક્ષામાં નોંધાયેલા 1658માંથી 1632 હાજર અને 26 ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા માટે આવેલા વિદ્યાર્થીઓ માટે જુદા-જુદા પાંચ કેન્દ્રો પર સરકારી એસટી બસ અને સીટી બસની સુવિધા ઉપલબ્ધ કરાઇ હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

જામનગરમાં એન. ઇ. ઇ. ટી. યુ. જી. ની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ | Achira News