Achira News Logo
Achira News

જ્યોતિષીએ 2026માં વેપાર અને કૃષિ માટે મિશ્ર વર્ષ આવવાની આગાહી કરી

Akila News
જ્યોતિષીએ 2026માં વેપાર અને કૃષિ માટે મિશ્ર વર્ષ આવવાની આગાહી કરી
Full News
Share:

(જયેશ ભટાસણા) ટંકારાઃ સનાતન પરંપરામાં આકાશ દર્શન દ્વારા વર્ષની આગાહી કરવાની અનોખી પદ્ધતિ આજે પણ પ્રચલિત છે. ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામના ખગોળ અભ્‍યાસુ કિશોરભાઈ ભાડજા ૯૫૮૬૫૯૦૬૦૧ એ વર્ષ ૨૦૨૬ માટે ચૈત્ર સુદ પાંચમની‘ખાદલી' (ગાડલી) પરથી ચોંકાવનારું તારણ રજૂ કર્યું છે. આકાશી નક્ષત્રોની સ્‍થિતિ મુજબ,આગામી વર્ષ વેપાર અને ખેતી માટે મિશ્ર ફળદાયી રહેવાના સંકેતો મળી રહ્યા છે. ખાદલીના ચિત્રનું વિશ્‍લેષણઃ સરહદ પર ભય અને બજારમાં મંદી ૨૩ માર્ચ ૨૦૨૬,સોમવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે પヘમિ દિશામાં સર્જાનારી‘ખાદલી'ની સ્‍થિતિ મુજબઃ ખેતી અને વેપારઃ‘વસિયાત' (વેપારી/ચંદ્ર) એ માલનું ગાડું રેઢું મૂક્‍યું હોવાથી ખેત ઉત્‍પાદનમાં ઘટાડો થઈ શકે છે અને બજારમાં મંદીનો માહોલ જોવા મળી શકે છે. સરહદી સુરક્ષાઃ વસિયાત રખેવાળથી ઘણો દૂર હોવાથી દેશની સરહદો પર તણાવ કે ભયના સંકેતો વર્તાય છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

જ્યોતિષીએ 2026માં વેપાર અને કૃષિ માટે મિશ્ર વર્ષ આવવાની આગાહી કરી | Achira News