01 ફેબ્રુઆરી 2026 રવિવારથી 07 ફેબ્રુઆરી 2026 શનિવાર સુધીના દિવસો તમારા માટે કેવા રહેશે એ અંગે જાણીતા જ્યોતિષાચાર્ય ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ પોઝિટિવ:આ અઠવાડિયે પરિવારના મહત્વના નિર્ણયો લેવામાં તમારી ક્ષમતા સાબિત થશે. વ્યસ્તતા છતાં તમારા શોખ માટે સમય કાઢી શકશો. લગ્ન માટે યોગ્ય પાત્રની શોધ પૂરી થઈ શકે છે. નેગેટિવ:લાગણીઓને બદલે તર્કથી કામ લેજો, નહીંતર કોઈના બહેકાવવામાં આવી શકો છો. નવી પ્રવૃત્તિ શરૂ કરવા કરતાં હાલના કામો પૂર્ણ કરવા પર ધ્યાન આપો. વ્યવસાય:વ્યવસાયમાં ફેરફાર માટે સાનુકૂળ સમય છે. વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન ફાયદાકારક રહેશે. નોકરીયાત વર્ગને ઓફિસમાં થોડી મુશ્કેલી પડી શકે છે. લવ:પતિ-પત્ની વચ્ચે મધુરતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય:ચેપ લાગવાની શક્યતા હોવાથી સ્વચ્છતાનું ધ્યાન રાખવું. લકી કલર:સફેદ લકી નંબર:8 પોઝિટિવ:લાંબા સમયની મૂંઝવણોનો ઉકેલ આવશે. સંબંધીઓ તરફથી શુભ સમાચાર મળશે. તમે સાચો અને ખોટો પક્ષ ઓળખીને શ્રેષ્ઠ નિર્ણયો લઈ શકશો. નેગેટિવ:સપ્તાહના બીજા ભાગમાં સ્થિતિ પ્રતિકૂળ બની શકે છે, તેથી મહત્વના કામ પહેલા જ પતાવી લેવા. બજેટને ધ્યાનમાં રાખીને જ ખર્ચ કરવો. વ્યવસાય:મીડિયા કે ફોન દ્વારા મહત્વના ઓર્ડર મળશે. નોકરીમાં નવી સત્તા અને જવાબદારી મળી શકે છે. લવ:ઓનલાઇન શોપિંગ અને મનોરંજનમાં પરિવાર સાથે સમય પસાર થશે. સ્વાસ્થ્ય:વાહન સાવધાનીપૂર્વક ચલાવો, પડી જવાથી કે ઈજા થવાની શક્યતા છે. લકી કલર:જાંબલી લકી નંબર:6 પોઝિટિવ:મનગમતી પ્રવૃત્તિઓમાં સમય પસાર થશે. જો તમે તમારી કાર્યપદ્ધતિ ગુપ્ત રાખશો તો અપેક્ષા કરતા વધુ સફળતા મળશે. વડીલોના આશીર્વાદ તમારી સાથે રહેશે. નેગેટિવ:ક્રોધ અને આવેશ સંબંધો બગાડી શકે છે. ભાઈઓ સાથે મધુર સંબંધ રાખવા પ્રયત્ન કરવો પડશે. યુવાનોએ પ્રોજેક્ટમાં નિષ્ફળતાથી ગભરાવું નહીં. વ્યવસાય:નાણાકીય બાબતોમાં સફળતા મળશે. ગ્રહદશા ભાગ્ય નિર્માણ કરી રહી છે. નોકરીમાં શુભ સૂચના મળી શકે છે. લવ:પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. સ્વાસ્થ્ય:સાંધાના દુખાવાની સમસ્યા વધી શકે છે. તળેલું અને વાયુ કરે તેવું ભોજન ટાળવું. લકી કલર:સફેદ લકી નંબર:1 પોઝિટિવ:સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો અને માન-સન્માન વધશે. નસીબ કરતા કર્મ પર વિશ્વાસ રાખવો તમારા માટે શુભ રહેશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રાનો યોગ છે. નેગેટિવ:ગજા બહારનું કામ લેવાથી તમારા અંગત કાર્યોમાં અવરોધ આવશે. બજેટનું ધ્યાન રાખવું. મિત્રો સાથે મનદુઃખ ન થાય તેનું ધ્યાન રાખવું. વ્યવસાય:વ્યવસાયમાં વધુ મહેનતની જરૂર છે. લેવડ-દેવડમાં બેદરકારી નુકસાન પહોંચાડી શકે છે. દૂરના વિસ્તારોથી સારા કોન્ટ્રાક્ટ મળી શકે છે. લવ:અહંકારને કારણે પતિ-પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે. લગ્નેતર સંબંધો મુશ્કેલી ઊભી કરશે. સ્વાસ્થ્ય:બદલાતા હવામાનને કારણે ઉધરસ અને શરદીની સમસ્યા થઈ શકે છે. લકી કલર:બદામી લકી નંબર:7 પોઝિટિવ:જવાબદારીઓ સારી રીતે નિભાવવાથી મન પ્રસન્ન રહેશે. નજીકના સંબંધીઓ સાથે સંબંધો સુધરશે. મહેમાનગતિમાં સમય પસાર થશે અને રોકાણની યોજના બનશે. નેગેટિવ:નકારાત્મકતાથી દૂર રહેવું અને મુસાફરી ટાળવી. પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી, નજીકની વ્યક્તિ પણ છેતરી શકે છે. વ્યવસાય:જૂના સંપર્કોને ફરી જીવંત કરો, તેનાથી લાભ થશે. નોકરી માટે વિદેશ જવા ઈચ્છુકોને સારા સમાચાર મળી શકે છે. લવ:પ્રેમ સંબંધોમાં થોડો તણાવ આવી શકે છે, સાથીને મનાવવાનો પ્રયત્ન કરો. સ્વાસ્થ્ય:તમે ઊર્જાવાન અને આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવશો. લકી કલર:લીલો લકી નંબર:3 પોઝિટિવ:જૂની સમસ્યાઓ દૂર થતા રાહત મળશે. સામાજિક અને રાજકીય વર્તુળ વધશે. ઘરમાં મહેમાનોના આગમનથી ખુશીનો માહોલ રહેશે. સંતાનની પ્રગતિથી સંતોષ મળશે. નેગેટિવ:પડોશીઓ સાથે સંબંધ સારા રાખો. વધુ પડતા ખર્ચથી પરેશાની થઈ શકે છે. મુશ્કેલ સ્થિતિમાં પણ સકારાત્મક દ્રષ્ટિકોણ જાળવી રાખવો. વ્યવસાય:ગ્રાહકોની જરૂરિયાત મુજબ કામ કરવાથી વેચાણ વધશે. સરકારી કર્મચારીઓ કામના બોજથી પરેશાન રહેશે. માર્કેટમાં તમારી પ્રતિષ્ઠા જળવાઈ રહેશે. લવ:લગ્નજીવન સુખદ રહેશે અને પ્રેમ સંબંધોને પરિવારની મંજૂરી મળશે. સ્વાસ્થ્ય:ઘૂંટણ અને સાંધાના દુખાવાની સમસ્યા વધી શકે છે. જીવનશૈલી વ્યવસ્થિત રાખો. લકી કલર:નારંગી લકી નંબર:5 પોઝિટિવ:રોકાણ માટે આ ખૂબ જ સાનુકૂળ સમય છે. તમે તમારી પારિવારિક જવાબદારીઓ નિભાવવામાં સફળ રહેશો. મનપસંદ પ્રવૃત્તિઓથી માનસિક શાંતિ મળશે. નેગેટિવ:કાયદાકીય બાબતોને અવગણશો નહીં, નહીંતર દંડ ભરવો પડી શકે છે. દસ્તાવેજો સાચવીને રાખો. યુવા વર્ગે નિષ્ફળતાથી હતાશ થવું નહીં. વ્યવસાય:વ્યાપારી યોજનાઓ સફળ થશે. અટકેલા કામ સાથીદારોની મદદથી પૂર્ણ થશે. ઓફિસમાં નાની ભૂલ પણ મોટું નુકસાન કરાવી શકે છે. લવ:પરિવાર અને બાળકો સાથે સારો સમય પસાર થશે. લવ પાર્ટનર સાથે મુલાકાત થશે. સ્વાસ્થ્ય:કામના ભારણને લીધે થાક લાગશે, યોગ અને કસરત માટે સમય કાઢવો. લકી કલર:કેસરી લકી નંબર:6 પોઝિટિવ:આ અઠવાડિયે કોઈ જૂની સમસ્યાનો અંત આવશે. રાજકીય ક્ષેત્રે તમારો પ્રભાવ વધશે. બાળકોની સમસ્યાઓ ઉકેલવામાં સમય આપશો. નેગેટિવ:વધુ પડતા કામના ભારણને બીજા સાથે વહેંચી લો. ઈલેક્ટ્રોનિક વસ્તુ બગડવાથી મોટો ખર્ચ આવી શકે છે. શાંતિથી ઉકેલ લાવવો. વ્યવસાય:બિઝનેસ પાર્ટીઓ સાથે સંપર્ક વધારો. ફેરફાર માટે આ યોગ્ય સમય નથી. ઓફિસનું વાતાવરણ સકારાત્મક રહેશે. લવ:પરિવાર સાથે ફરવા જવાનું આયોજન થશે. લવ પાર્ટનરની લાગણીઓની કદર કરો. સ્વાસ્થ્ય:ધ્યાન અને પ્રાણાયામ કરવાથી માનસિક સ્થિતિ સારી રહેશે. લકી કલર:કેસરી લકી નંબર:9 પોઝિટિવ:બીજાની સલાહને બદલે પોતાના નિર્ણયને પ્રાથમિકતા આપો. જીવનમાં આવી રહેલા પરિવર્તનોને સ્વીકારો, તેનાથી સમસ્યાઓ હલ થશે. માંગલિક પ્રસંગમાં જવાની તક મળશે. નેગેટિવ:પરિવાર સાથે વાત કરતી વખતે અહંકાર ન આવવા દેવો. બાળકો સાથે મિત્રતાભર્યું વર્તન રાખો. સિદ્ધિઓનું બહુ પ્રદર્શન ન કરવું. વ્યવસાય:કાર્યસ્થળ પર કોઈ બહારની વ્યક્તિની દખલથી સાથીદારો વચ્ચે મતભેદ થઈ શકે છે. નોકરીમાં અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળશે. લવ:ઘરમાં સુખ-શાંતિ રહેશે. નકામા પ્રેમ સંબંધોમાં સમય ન બગાડવો. સ્વાસ્થ્ય:પ્રદૂષણ અને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું. હાઈજીનનું ધ્યાન રાખવું. લકી કલર:બદામી લકી નંબર:7 પોઝિટિવ:આવકનો અટકેલો સ્ત્રોત ફરી શરૂ થઈ શકે છે. પ્રોપર્ટી કે ઘરની સુખ-સુવિધાની વસ્તુઓની ખરીદીમાં સમય પસાર થશે. તમારું માર્ગદર્શન બાળકો માટે ઉપયોગી સાબિત થશે. નેગેટિવ:આળસને કારણે મહત્વના કામો ચૂકી ન જવાય તેનું ધ્યાન રાખવું. બીજાની બાબતોમાં દખલગીરી ટાળવી. ટીકા કરનારાઓ તરફ ધ્યાન ન આપો. વ્યવસાય:વ્યવસાયિક કામો સમયસર પૂરા કરો. ઓફિસમાં કોઈ કર્મચારીને કારણે પ્રોજેક્ટમાં વિલંબ થઈ શકે છે. લવ:લગ્નજીવન ખુશહાલ રહેશે. પ્રેમ સંબંધોમાં સમય અને પૈસાનો બગાડ ન કરવો. સ્વાસ્થ્ય:શરદી, ઉધરસ કે તાવની શક્યતા છે, તરત જ ડોક્ટરની સલાહ લેવી. લકી કલર:જાંબલી લકી નંબર:4 પોઝિટિવ:પારિવારિક સ્તર સુધારવા માટે વિચાર-વિમર્શ થશે. મિત્રની મદદ કરવાથી આંતરિક ખુશી મળશે. બેરોજગાર યુવાનોને નવી આશાનું કિરણ દેખાશે. નેગેટિવ:ભૂતકાળની નકારાત્મક વાતો સંબંધોમાં ખટાશ લાવી શકે છે. ગુસ્સા અને કડવી વાણી પર કાબૂ રાખવો. બીજાના વિવાદોથી દૂર રહેવું. વ્યવસાય:વ્યવસાયમાં મન મુજબ સફળતા મળશે. નવી યોજનાઓ શરૂ કરવા માટે પૂરી શક્તિ લગાવી દો. નોકરીમાં પ્રોજેક્ટની વિગતો ગુપ્ત રાખવી. લવ:પતિ-પત્ની વચ્ચે ગેરસમજ થઈ શકે છે. પરસ્પર તાલમેલ જાળવવો જરૂરી છે. સ્વાસ્થ્ય:ગળું ખરાબ હોવું કે શરદી જેવી સમસ્યાને અવગણશો નહીં. લકી કલર:કેસરી લકી નંબર:9 પોઝિટિવ:આ અઠવાડિયું વ્યસ્ત રહેશે. મહત્વનું કામ પૂરું થતાં રાહત મળશે. તમારી ખાસ યોગ્યતા નિખારવા માટે અનુકૂળ સમય છે. લોકોની ચિંતા કર્યા વગર કામ પર ધ્યાન આપવું. નેગેટિવ:આવક ઘટશે પણ ખર્ચ યથાવત રહેશે. બેદરકારી લક્ષ્યથી ભટકાવી શકે છે. ખોટા મિત્રોથી અંતર રાખવું અને મન પર સંયમ રાખવો. વ્યવસાય:કામનું દબાણ રહેશે. કર્મચારીઓની ગતિવિધિ પર નજર રાખવી. બોસ અને અધિકારીઓ સાથેના સંબંધો મધુર રહેશે. લવ:લાઈફ પાર્ટનર માટે સમય કાઢવો, તેનાથી સંબંધોમાં મધુરતા આવશે. સ્વાસ્થ્ય:ડાયાબિટીસના દર્દીઓએ સાવચેતી રાખવી અને મેડિટેશન કરવું. લકી કલર:પીળો લકી નંબર:9
જ્યોતિષીય આંતરદૃષ્ટિઃ કૌટુંબિક નિર્ણયો અને કારકિર્દીની તકોનો એક સપ્તાહ
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.