Achira News Logo
Achira News

જિલ્લા શિક્ષણ વિભાગે સરકારી શાળાના બાળકો માટે સલામત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે પહેલ શરૂ કરી

Divya Bhaskar
જિલ્લા શિક્ષણ વિભાગે સરકારી શાળાના બાળકો માટે સલામત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે પહેલ શરૂ કરી
Full News
Share:

જિલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત સરકારી શાળાના બાળકોની સફર સુરક્ષિત બનાવવા માટે શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ જિલ્લા એઆરએનવી કો.ઓર્ડિનેટર તેમજ આર.ટી.ઓ. કચેરીના સંયુક્ત ઉપક્રમે રવિવારે બીઆરસી ભવન, ઇટાળવામાં જિલ્ જેમાં બાળકો સાથેનો વ્યવહાર અને માર્ગ સલામતીના નિયમોનું કડક પાલન કરવા સૂચના અપાઈ હતી. આરટીઓ અધિકારી ધ્રુવ પટેલે કહ્યું હતું કે ​ગુજરાત અને નવસારીના અકસ્માતના આંકડા જોઈએ તો ડ્રાઈવરોની સતર્કતા કેટલી જરૂરી છે તે સમજાય છે.​ ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 15,000થી વધુ માર્ગ અકસ્માતો નોંધાય છે, જેમાં અંદાજે 7,000થી વધુ લોકો જીવ ગુમાવે છે. જિલ્લામાં હાઈવે અને આંતરિક માર્ગો પર દર વર્ષે અંદાજે 300 થી વધુ નાના-મોટા અકસ્માતો થાય છે. આરટીઓ અધિકારી સોહમ રાવલે જણાવ્યું હતું કે માહિતી મુજબ 80% અકસ્માતો ડ્રાઈવરની બેદરકારી, ઓવરસ્પીડ કે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને કારણે થાય છે. આરટીઓ નિયમનું પાલન કરવું હિતાવહ છે. આ ડ્રાઇવર ટ્રેનિંગ દરમિયાન સર્વ શિક્ષાના મહિલા અધિકારી સમીનાબેન અને તમામ બીઆરપી હાજર રહ્યાં હતા. બાળકોને લેવા-મૂકવા‎વખતે આટલું ધ્યાન રાખવું‎ જીપીએસથી થાય છે મોનિટરિંગ ​જિલ્લાની 45 શાળાઓના 1768 બાળકો જે વાહનોમાં મુસાફરી કરે છે, તે તમામ પર રાજ્ય કચેરી દ્વારા GPS (Global Positioning System) થી નજર રાખવામાં આવે છે. જો કોઈ ડ્રાઈવર નક્કી કરેલા રૂટની બહાર જાય કે ઓવરસ્પીડ કરે તો તાત્કાલિક તેની જાણકારી કંટ્રોલ રૂમને મળી જાય છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

જિલ્લા શિક્ષણ વિભાગે સરકારી શાળાના બાળકો માટે સલામત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે પહેલ શરૂ કરી | Achira News