Achira News Logo
Achira News

જોસાએ છઠ્ઠા રાઉન્ડ બાદ આઈઆઈટી ગાંધીનગરનું સમાપન રેન્ક જાહેર કર્યું

Divya Bhaskar
જોસાએ છઠ્ઠા રાઉન્ડ બાદ આઈઆઈટી ગાંધીનગરનું સમાપન રેન્ક જાહેર કર્યું
Full News
Share:

દેશની અગ્રણી આઈઆઈટી સંસ્થામાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરનારી એજન્સી JOSSA (જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી)-2025એ છઠ્ઠા રાઉન્ડ બાદની આઇઆઈટી ગાંધીનગરના સત્તાવાર કલોઝિંગ રેન્ક જાહેર કર્યાં છે. જેમાં પ્રથમ 2000 વિદ્યાર્થીની પ્રથમ પસંદ આઈઆઈટી ગાંધીનગરની કમ્પ્યુટ 21મી સદીના હાઈટેક યુગમાં કમ્પ્યુટર સાયન્સ સૌથી સ્પર્ધાત્મક શાખા રહી છે, જેમાં ઓપન કેટગરી માટે ક્લોઝિંગ રેન્ક વિદ્યાર્થીનો 2020 અને વિદ્યાર્થિનીનો 4811 રહ્યો છે. રાઉન્ડ-6 આઈઆઈટી માટેનો અંતિમ રાઉન્ડ છે, એસઈ-એસટી-ઓબીસી,એનસીએલ (નોન ક્રિમિલેયર) અને મહિલા શ્રેણી માટે અંતિમ રેન્ક બદલાય છે. વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ jossa.nic.in પર ચોક્કસ કેટેગરી અને પસંદગીની શાખા વિગતવાર જોઈ શકાશે. જાહેર કરાયેલા કટ ઓફ વિવિધ એન્જિનિયરિંગ શાખા અને વિવિધ કેટેગરી માટે અલગ અલગ રહ્યા છે. મુખ્ય કોર્સની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત રાઉન્ડ છ પછીના ઓપન કેટેગરીના અંતિમ રેન્ક અહીં દર્શાવાયા છે. ટોપ થ્રી પસંદગી: ઈલે, કમ્પ્યુટર, AI-MLદેશની 20થી વધુ IIT સહિતની ઈજનેરી સંસ્થાના વિદ્યાર્થીઓની ટોપ થ્રી પસંદગી કમ્પ્યુટર, AI-ML, ઈલેકટ્રિકલ બ્રાન્ચ છે. નોકરી-વ્યવસાયમાં ઉજ્જવળ કેરિયર ઘડતરની ગેરન્ટી આપતી આ બ્રાન્ચમાં વિદ્યાર્થીઓના પ્રવેશમાં વધુ ધસારો જોવા મળે છે. IIT-GNમાં મહત્વની બ્રાન્ચમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનો કટઓફ બ્રાન્ચ વિદ્યાર્થી વિદ્યાર્થિની 1 કમ્પ્યુટર સાયન્સ 2020 4811 2 એઆઈ 2236 5962 3 ઈલેકટ્રિકલ 393 9923 4 મિકેનિકલ 690 14147 5 કેમિકલ 9276 16100 6 સિવિલ 10796 17377 7 મટીરિયલ્સ 11066 19655 ક્લોઝિંગ રેન્કમાં છોકરાઓની તુલનામાં છોકરીઓ ફાવી ગઈ‘ચાલુ વર્ષની પ્રવેશ પ્રક્રિયામાં છોકરાઓની તુલનામાં છોકરીઓને વધુ ફાયદો જોવા મળ્યો છે. કમ્પ્યુટર સાયન્સમાં ક્લોઝિંગ રેન્ક છોકરાંઓનો 2020 અને છોકરીઓનો 4811 છે. પ્રતિ વર્ષ IITમાં છોકરા-છોકરીના એડમિશનને બેલેન્સ કરવા કરાયું છે. IIT-GNમાં કમ્પ્યુટર, AI-MLના કોર્સ ભણાવાય છે, તેમાં પ્રવેશમાં નોંધપાત્ર ક્રેઝ દેખાય છે.’ -ડો.એસ. કે વિજય, જેઈઈ કોચિંગ એક્સપર્ટ

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

જોસાએ છઠ્ઠા રાઉન્ડ બાદ આઈઆઈટી ગાંધીનગરનું સમાપન રેન્ક જાહેર કર્યું | Achira News