રાજકોટ, તા.૦૫: ઝવેરીબજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર મોટી નરમાશ જોવા મળી છે. જો તમે લગ્નસરાની સિઝન માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. સોનાનો ભાવ હવે ₹1,48,000 ની સપાટી તોડીને નીચે આવી ગયો છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ મોટું ગાબડું પડ્યું છે.સોનાના ભાવમાં ₹800 નો ઘટાડોઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના અહેવાલ મુજબ, આજે ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ₹1,47,557 રહ્યો છે. સોમવારે સવારે આ ભાવ ₹1,48,357 હતો, એટલે કે માત્ર એક જ દિવસમાં સોનામાં ₹800નો ઘટાડો નોંધાયો છે. અન્ય કેરેટની વાત કરીએ તો:• ૨૩ કેરેટ: ₹1,46,966 પ્રતિ ૧૦ ગ્રામ• ૨૨ કેરેટ: ₹1,35,162 પ્રતિ ૧૦ ગ્રામ• ૧૮ કેરેટ: ₹1,10,668 પ્રતિ ૧૦ ગ્રામચાંદીમાં ₹4,735 નો તોતિંગ ઘટાડોસોનાની સાથે ચાંદીમાં પણ આજે ભારે વેચવાલી જોવા મળી છે. ગઈકાલે ૧ કિલો ચાંદીનો ભાવ ₹2,44,237 હતો, જે આજે ₹4,735 ઘટીને ₹2,39,502 પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે ચાંદી તેના રેકોર્ડ હાઈ લેવલ ₹3,79,988 થી અત્યાર સુધીમાં આશરે ₹1.40 લાખ જેટલી સસ્તી થઈ ચૂકી છે.કેમ ઘટી રહ્યા છે ભાવ?બજારના નિષ્ણાતોના મતે સોના-ચાંદીના ભાવ ઘટવા પાછળ મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર છે:1. મજબૂત ડોલર: ડોલર ઇન્ડેક્સમાં સતત વધારો થવાને કારણે રોકાણકારો સોનાને બદલે ડોલરમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.2. ક્રૂડ ઓઈલ: કાચા તેલની કિંમતોમાં ઉછાળો આવતા મોંઘવારી વધવાની આશંકાએ સોનાના ભાવ પર દબાણ વધ્યું છે.3. ઓછી માંગ: સોનું રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી જતા સામાન્ય માણસની પહોંચ બહાર જઈ રહ્યું હતું, જેના કારણે બજારમાં માંગમાં ઘટાડો થયો અને કિંમતો નીચે આવી.રેકોર્ડ સપાટીથી ઘણો ફેરફારતમને જણાવી દઈએ કે ૨૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સોનું ₹1,75,340 ના રેકોર્ડ હાઈ પર પહોંચ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ ₹27,783 નો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે.પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવતબીજી તરફ, ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હીમાં પેટ્રોલ ₹94.77 અને ડીઝલ ₹87.67 પર સ્થિર છે, જ્યારે પોર્ટ બ્લેરમાં સૌથી સસ્તું પેટ્રોલ ₹82.46 માં મળી રહ્યું છે.
ઝવેરાત બજારમાં સોનાના ભાવ ઘટ્યા, લગ્નની મોસમમાં રાહત મળી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.