Achira News Logo
Achira News

ટી. એસ. એ. ના અધિકારીઓને પગાર ન મળવાને કારણે યુએસ સરકાર બંધ થવાથી હવાઇમથકો પર અંધાધૂંધી સર્જાઈ

Akila News
ટી. એસ. એ. ના અધિકારીઓને પગાર ન મળવાને કારણે યુએસ સરકાર બંધ થવાથી હવાઇમથકો પર અંધાધૂંધી સર્જાઈ
Full News
Share:

વોશિંગ્ટન: અમેરિકામાં ઈમિગ્રેશન સુધારા મુદ્દે ડેમોક્રેટ્સ અને સરકાર વચ્ચે ચાલી રહેલી રાજકીય ખેંચતાણને કારણે સર્જાયેલું 'આંશિક સરકારી શટડાઉન' હવે ગંભીર વળાંક લઈ રહ્યું છે. આજે શટડાઉનના ૩૩મા દિવસે ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન (TSA) ના અંદાજે ૫૦,૦૦૦ અધિકારીઓને છેલ્લા એક મહિનાથી પગાર મળ્યો નથી. પરિણામે, સુરક્ષાકર્મીઓની ગેરહાજરીનો આંકડો ૯.૯% એ પહોંચી ગયો છે, જેના કારણે અમેરિકાના આકાશમાં મુસાફરી કરતા લાખો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈહોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ (DHS) ના આંકડા મુજબ, ન્યૂ યોર્કનું પ્રખ્યાત JFK, પિટ્સબર્ગ અને હ્યુસ્ટન બુશ એરપોર્ટ પર લગભગ ૩૦% થી ૪૦% સુરક્ષાકર્મીઓ કામ પર હાજર રહ્યા ન હતા. સામાન્ય રીતે માંદગી કે અન્ય કારણોસર ગેરહાજરીનો દર ૨% થી ઓછો હોય છે, જે અત્યારે વધીને ૧૦.૨% ની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. એટલાન્ટા અને ન્યૂ ઓર્લિયન્સ જેવા શહેરોમાં તો મુસાફરોને સુરક્ષા તપાસ માટે બે કલાકથી વધુ સમય સુધી લાઇનમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે.નાના એરપોર્ટ પર તાળા વાગવાની શક્યતાTSA ના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર એડમ સ્ટેહલે ચેતવણી આપી છે કે જો આ પરિસ્થિતિ વધુ એક અઠવાડિયું ચાલશે, તો સરકાર પાસે નાના એરપોર્ટને શાબ્દિક રીતે 'બંધ' કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. સુરક્ષા ચોકીઓ (Checkpoints) બંધ થવાને કારણે મોટી એરલાઇન્સના CEO પણ ચિંતામાં મુકાયા છે. વસંતઋતુ (Spring Break) ના વેકેશન દરમિયાન અંદાજે ૧૭૧ મિલિયન પ્રવાસીઓ ઉડાન ભરવાના છે, ત્યારે આ શટડાઉન પ્રવાસન ઉદ્યોગની કમર તોડી શકે છે.રાજકીય ફૂટબોલ અને આર્થિક ફટકો૧૩ ફેબ્રુઆરીથી ભંડોળ અટકી પડવાને કારણે અમેરિકી હવાઈ મુસાફરી હવે 'રાજકીય ફૂટબોલ' બની ગઈ છે. એરલાઇન્સ કંપનીઓએ માંગ કરી છે કે વસંતઋતુના પ્રવાસ પહેલા આ ગતિરોધનો અંત લાવવામાં આવે. બીજી તરફ, પગાર વિના કામ કરતા કર્મચારીઓને મદદ કરવા માટે કેટલાક એરપોર્ટ્સ પર ખોરાક અને આવશ્યક ચીજવસ્તુઓ માટે ફંડ એકત્ર કરવાની પણ ફરજ પડી છે. ભૂતકાળમાં ૪૩ દિવસના શટડાઉનને કારણે ૧૦% ફ્લાઈટ્સ કાપવી પડી હતી, જેવો જ ભય અત્યારે ફરીથી તોળાઈ રહ્યો છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ટી. એસ. એ. ના અધિકારીઓને પગાર ન મળવાને કારણે યુએસ સરકાર બંધ થવાથી હવાઇમથકો પર અંધાધૂંધી સર્જાઈ | Achira News