વોશિંગ્ટન:અમેરિકામાં ફેડરલ સરકારના કામકાજ ઠપ્પ થવાનું (શટડાઉન) જોખમ હાલ પૂરતું ટળી ગયું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિરોધી ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ વચ્ચે સરકારી ખર્ચના પેકેજ પર સહમતી સધાઈ છે. જોકે,આ સમજૂતીમાં ઇમિગ્રેશન જેવા વિવાદાસ્પદ મુદ્દાને હાલ પૂરતો અલગ રાખવામાં આવ્યો છે. ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે સોદો થઈ ગયો છે,પરંતુ હજુ પણ'કંઈ પણ થઈ શકે છે'તેવી આશંકા તેમણે વ્યક્ત કરી હતી. શા માટે સર્જાયું હતું સંકટ? તાજેતરમાં મિનિયાપોલિસમાં ઇમિગ્રેશન એજન્ટો દ્વારા એક યુએસ નાગરિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા ડેમોક્રેટ્સે માંગ કરી છે કે હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ (DHS)ના એજન્ટો પર કડક નિયંત્રણો મૂકવામાં આવે. આ વિવાદને કારણે સરકારી એજન્સીઓનું ફંડિંગ અટકી પડ્યું હતું,જે શુક્રવારે મધ્યરાત્રિએ સમાપ્ત થવાનું હતું.
ટ્રમ્પ અને ડેમોક્રેટ્સ ખર્ચ પેકેજ સમજૂતી સુધી પહોંચતા યુએસ સરકારનું શટડાઉન ટળી ગયું
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.