Achira News Logo
Achira News

ટ્રમ્પે ઈરાનમાં જમીની સૈનિકોની જમાવટને નકારી કાઢી, ઈરાની સૈન્યને નષ્ટ કરવાનો દાવો કર્યો

Akila News
ટ્રમ્પે ઈરાનમાં જમીની સૈનિકોની જમાવટને નકારી કાઢી, ઈરાની સૈન્યને નષ્ટ કરવાનો દાવો કર્યો
Full News
Share:

વોશિંગ્ટન/નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે મોટો ખુલાસો કર્યો છે.ઈરાનમાં ગ્રાઉન્ડ ટ્રુપ્સ (પાયદળ) ઉતારવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકન સૈનિકોને ઈરાનની જમીન પર તૈનાત કરવામાં નહીં આવે. આ સાથે જ તેમણે દાવો કર્યો છે કે ઈરાનની વાયુસેના અને નૌકાદળ સંપૂર્ણપણે ખતમ થઈ ચૂક્યા છે. અમેરિકી સંરક્ષણ મંત્રાલયે આ યુદ્ધ આગળ વધારવા માટે કોંગ્રેસ પાસે ૨૦૦ અબજ ડોલરના ફંડિંગની માંગણી પણ કરી છે.મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે હવે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે (૧૯ માર્ચ ૨૦૨૬) ઈરાનમાં સેના મોકલવા અંગે ચાલી રહેલી તમામ અટકળો પર પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.એબીપી ન્યૂઝના પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ મુજબ, ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનની નેવી (નૌકાદળ) અને એરફોર્સ (વાયુસેના) સંપૂર્ણપણે નાશ પામી છે અને હવે અમેરિકી સૈનિકોને ઈરાનની જમીન પર ક્યાંય પણ તૈનાત કરવામાં નહીં આવે.ટ્રમ્પે બે દિવસ પહેલા જ આપ્યા હતા સંકેતનોંધનીય છે કે માત્ર બે દિવસ પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે એવું નિવેદન આપ્યું હતું કે તેઓ ઈરાનની જમીન પર અમેરિકન સેના ઉતારવાથી ડરતા નથી. આ નિવેદન બાદ એવી અટકળો તેજ બની હતી કે અમેરિકા જમીની હુમલો (ગ્રાઉન્ડ એટેક) કરી શકે છે.પરંતુ હવે જાપાનના એક પત્રકાર દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે સ્પષ્ટતા કરી દીધી છે કે અમેરિકા જમીન પર સૈનિકો નહીં ઉતારે.અમેરિકા ધારે ત્યારે ખર્ગ દ્વીપ પર કબજો કરી શકે છે: ટ્રમ્પડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકા જ્યારે ઈચ્છે ત્યારે ઈરાનના મહત્વના 'ખર્ગ દ્વીપ' પર કબજો જમાવી શકે છે, જે ઈરાનના ક્રૂડ ઓઈલ સપ્લાયનું મુખ્ય કેન્દ્ર છે.પત્રકારે જ્યારે પૂછ્યું કે ઈરાન પર હુમલો કરતા પહેલા અમેરિકાએ પોતાના મિત્ર દેશોને વિશ્વાસમાં કેમ ન લીધા? ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો કે નાટો દેશોની વિરુદ્ધ જઈને જાપાન આ ઈરાન યુદ્ધમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે.યુદ્ધ માટે ૨૦૦ અબજ ડોલરની માંગબીજી તરફ, આ યુદ્ધને લઈને પેન્ટાગોન (અમેરિકન સંરક્ષણ મંત્રાલય) એ પણ કમર કસી લીધી છે. અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે "ખરાબ લોકોને ખતમ કરવા માટે પૈસાની જરૂર પડે છે." આ માટે ટ્રમ્પ પ્રશાસન અમેરિકન કોંગ્રેસ (સંસદ) પાસે આ યુદ્ધ ચાલુ રાખવા માટે ૨૦૦ અબજ ડોલર (આશરે ૧૬.૫ લાખ કરોડ રૂપિયા) ના જંગી ફંડિંગની માંગણી કરી રહ્યું છે.હેગસેથે દાવો કર્યો છે કે ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ ઓપરેશન 'એપિક ફ્યુરી' હેઠળ ઈરાન અને તેના સૈન્ય માળખા પર ૭,૦૦૦ થી વધુ હુમલાઓ કરવામાં આવ્યા છે અને અમેરિકા નિર્ણાયક જીત તરફ આગળ વધી રહ્યું છે.ઈરાનનો વળતો પ્રહાર: એફ-૩૫ પર હુમલોવિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાન પણ ચૂપ બેઠું નથી અને તે વળતો પ્રહાર કરી રહ્યું છે. આ યુદ્ધમાં પ્રથમ વખત ઈરાને અમેરિકાના અત્યાધુનિક એફ-૩૫ ફાઈટર જેટને નિશાન બનાવ્યું છે. ઈરાનના હુમલાના કારણે આ ફાઈટર જેટને મિડલ ઈસ્ટમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમેરિકાના આ એક ફાઈટર જેટની કિંમત ૧૦૦ મિલિયન ડોલર કરતા પણ વધુ હોય છે

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ટ્રમ્પે ઈરાનમાં જમીની સૈનિકોની જમાવટને નકારી કાઢી, ઈરાની સૈન્યને નષ્ટ કરવાનો દાવો કર્યો | Achira News