વોશિંગ્ટન,તા.3:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિશ્વની પ્રતિષ્ઠિત હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચેનો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. સોમવારે રાત્રે રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક આઘાતજનક જાહેરાત કરતા જણાવ્યું કે તેમનું વહીવટીતંત્ર હાર્વર્ડ યુનિવર્સિટી પાસેથી$1બિલિયન (અંદાજે₹8,400કરોડથી વધુ)ના નુકસાનીની માંગણી કરી રહ્યું છે. આ જાહેરાત બાદ અમેરિકાના શૈક્ષણિક અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. વિવાદનું કારણ શું છે? ટ્રમ્પ વહીવટીતંત્ર લાંબા સમયથી હાર્વર્ડ પર'યહૂદી-વિરોધી' (Antisemitism)અને'કટ્ટરપંથી ડાબેરી વિચારધારા'ને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવી રહ્યું છે. ટ્રમ્પનું માનવું છે કે યુનિવર્સિટીઓ ફેડરલ ભંડોળનો ઉપયોગ ખોટી દિશામાં કરી રહી છે. અગાઉ,સરકારે હાર્વર્ડને મળતી$2બિલિયનની ફેડરલ ગ્રાન્ટઅટકાવી દીધી હતી,જેની સામે યુનિવર્સિટીએ કાયદાકીય લડત જીતી હતી. હવે ટ્રમ્પે વળતા પ્રહાર તરીકે આ જંગી દંડની માંગ કરી છે. ભંડોળ અને વાટાઘાટોની રમત:
ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડ યુનિવર્સિટી પાસેથી કથિત યહૂદી વિરોધી અને કટ્ટરપંથી ડાબેરી વિચારધારાને કારણે 1 અબજ ડોલરનું નુકસાન માંગ્યું
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.