Achira News Logo
Achira News

ટ્રમ્પનું ઇમિગ્રેશન ક્રેકડાઉન મજૂરની અછત અને નોકરી ગુમાવવા સાથે સંકળાયેલું છે

Akila News
ટ્રમ્પનું ઇમિગ્રેશન ક્રેકડાઉન મજૂરની અછત અને નોકરી ગુમાવવા સાથે સંકળાયેલું છે
Full News
Share:

ન્યુ યોર્ક: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇમિગ્રેશન વિરુદ્ધ લેવામાં આવેલા કડક પગલાંઓની આર્થિક અસરો હવે દેખાવા લાગી છે. એક નવા રાષ્ટ્રીય અભ્યાસ મુજબ, ઇમિગ્રન્ટ્સ પરની કડકાઈને કારણે ઉદ્યોગોમાં કામદારોની અછત સર્જાઈ છે, જેના પરિણામે માત્ર વિદેશીઓ જ નહીં પરંતુ અમેરિકામાં જન્મેલા નાગરિકોની નોકરીઓ પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે.ડરને કારણે કામદારોએ કામ પર જવાનું છોડ્યુંનેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચ દ્વારા ૨૦૨૩ થી ૨૦૨૫ દરમિયાનના ડેટાના વિશ્લેષણ બાદ જાણવા મળ્યું છે કે, જે વિસ્તારોમાં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ની ધરપકડો વધી છે, ત્યાં ખેતીવાડી, બાંધકામ અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં રોજગારમાં ૪% નો ઘટાડો નોંધાયો છે. સંશોધકોના મતે, ધરપકડના ડરને કારણે 'ચિલિંગ ઇફેક્ટ' પેદા થઈ છે, જેના લીધે દસ્તાવેજો વગરના કામદારોએ કામ પર જવાનું બંધ કરી દીધું છે. એક ધરપકડની સામે આશરે છ કામદારો કામ છોડી રહ્યા હોવાનું સામે આવ્યું છે.અમેરિકન નાગરિકોને કોઈ ફાયદો થયો નથીટ્રમ્પ સરકારનો મુખ્ય દાવો એ હતો કે ઇમિગ્રન્ટ્સને હટાવવાથી સ્થાનિક અમેરિકનો માટે નોકરીની તકો વધશે. જોકે, આ રિપોર્ટ જણાવે છે કે આવું કશું જ થયું નથી. હકીકતમાં, જે ક્ષેત્રોમાં ઇમિગ્રન્ટ્સ વધુ હતા, ત્યાં કામ કરતા અમેરિકન નાગરિકોને ઉલટાનું નુકસાન થયું છે. અભ્યાસ મુજબ, ઇમિગ્રન્ટ્સ અને અમેરિકન કામદારો ઘણીવાર એકબીજાના પૂરક તરીકે કામ કરે છે. જ્યારે ઇમિગ્રન્ટ કામદારો ઘટે છે, ત્યારે બિઝનેસ પોતાની કામગીરી સંકોચી લે છે, જેના કારણે અમેરિકન સુપરવાઈઝર કે અન્ય મેનેજરિયલ પોસ્ટ પરના લોકોની પણ જરૂરિયાત ઘટી જાય છે.પગાર વધારવાને બદલે ભરતીમાં કાપઅહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, કામદારોની અછત હોવા છતાં કંપનીઓએ અમેરિકન લોકોને આકર્ષવા માટે પગારમાં કોઈ વધારો કર્યો નથી. તેના બદલે, કંપનીઓએ નવી ભરતીઓ ઘટાડી દીધી છે અથવા કામગીરી ઓછી કરી દીધી છે. ખાસ કરીને ઓછા ભણેલા અમેરિકન પુરુષો કે જેઓ બાંધકામ અને ફેક્ટરીઓમાં કામ કરે છે, તેમના કામના કલાકો અને નોકરીઓમાં ઘટાડો જોવા મળ્યો છે.આ સંશોધન સૂચવે છે કે ઇમિગ્રેશન પરની વધુ પડતી કડકાઈ લેબર માર્કેટને મજબૂત કરવાને બદલે તેને નબળું પાડી રહી છે. આ ડેટા અત્યારે અમેરિકામાં ચાલી રહેલી ઇમિગ્રેશન પોલિસીની આર્થિક અસરો વિશે નવી ચર્ચા જગાવી રહ્યો છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ટ્રમ્પનું ઇમિગ્રેશન ક્રેકડાઉન મજૂરની અછત અને નોકરી ગુમાવવા સાથે સંકળાયેલું છે | Achira News