Achira News Logo
Achira News

ઠંડી ગાયબ થતાં કચ્છ અને રાજકોટ ગરમ થયું, ખેડૂતોની નજર વાદળછાયા આકાશ પર

Akila News
ઠંડી ગાયબ થતાં કચ્છ અને રાજકોટ ગરમ થયું, ખેડૂતોની નજર વાદળછાયા આકાશ પર
Full News
Share:

રાજકોટ તા.૨: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડી ગાયબ થઇ ગઇ છે જો કે વાદળા છવાઇ જતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. આજે ગિરનાર ઉપર ૧૩.૭,નલીયા ૧૨.૫,રાજકોટમાં ૧૭,જામનગરમાં ૧૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે. જુનાગઢ (વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જૂનાગઢના સવારના તાપમાનમાં ૨.૮ ડિગ્રીનો વધારો થતા ગિરનાર પર ૧૩.૭ ડિગ્રી નોંધાયું હતુ. જુનાગઢ શહેરના વિસ્‍તારોમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે ગઈકાલે બપોરે જુનાગઢનું લઘુતમ તાપમાન સામાન્‍ય ઘટાડા સાથે ૧૫.૯ ડિગ્રી અને મહત્તમ તાપમાન વધીને ૩૧ ડિગ્રીએ પહોંચી ગયું હતું. દરમિયાન આજે સવારે લઘુતમ તાપમાન ૨.૮ ડીગ્રી વધી જતા ગિરનાર પર ૧૩.૭ ડિગ્રી નોંધાયું હતું તેના પરિણામે પર્વતીય વિસ્‍તારમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ઠંડી ગાયબ થતાં કચ્છ અને રાજકોટ ગરમ થયું, ખેડૂતોની નજર વાદળછાયા આકાશ પર | Achira News