નવી દિલ્હી તા.૪: કેન્દ્ર સરકારના ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં માહિતી આપીને જણાવ્યું કે ૨૦૧૯થી અત્યાર સુધીમાં ૭,૪૦૦થી વધુ નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે અને ૫,૮૮૦ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. વર્ષ ૨૦૧૦માં નક્સલવાદ સંબંધિત હિસાની ૧,૯૩૬ ઘટનાઓ બની હતી, જેમાં ભારે ઘટાડો થયો છે અને વર્ષ ૨૦૨૫માં નક્સલવાદી હિસાની માત્ર ૨૩૪ ઘટનાઓ બની, એટલે કે આ પ્રકારની હિસાની ઘટનાઓમાં ૮૮ ટકાનો ઘટાડો થયો છે. એક પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી જણાવ્યું કે ૨૦૨૫માં સુરક્ષા દળોએ ૩૬૪ નક્સલીઓને નિષ્ક્રિય કર્યા હતા, તેમજ ૧,૦૨૨ નક્સલીઓની ધરપકડ કરી અને ૨,૩૩૭ નક્સલીઓને આત્મસમર્પણ કરવા મજબૂર કર્યા હતા. દેશની આંતરિક સુરક્ષાને ગંભીર પડકાર આપતો ડાબેરી ઉગ્રવાદ નોંધપાત્ર રીતે કાબૂમાં આવી ગયો છે અને તે માત્ર થોડાક વિસ્તારો પૂરતો મર્યાદિત રહ્યો છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ૨૦૧૮માં ૧૨૬ જિલ્લાઓ નક્સલવાદથી પ્રભાવિત હતા, તે સંખ્યા ઘટીને ડિસેમ્બર ૨૦૨૫માં માત્ર ૮ રહી ગઈ છે, જેમાંથી ફક્ત ૩ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત રહ્યા છે.
ડાબેરી ઉગ્રવાદને કાબૂમાં લેવાના ભારતના પ્રયાસોના નોંધપાત્ર પરિણામો મળ્યા
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.