નોઈડા: રણવીર સિંહ સ્ટારર અને આદિત્ય ધરના દિગ્દર્શનમાં બનેલી બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ધુરંધર 2: ધ રીવેન્જ' રિલીઝ થાય તે પહેલા જ વિવાદોમાં સપડાઈ છે. ૧૮ માર્ચના રોજ નોઈડાના DLF મોલ ઓફ ઈન્ડિયા ખાતે આવેલા PVR સુપરપ્લેક્સમાં આયોજિત સ્પેશિયલ પેઇડ પ્રીવ્યુ શો દરમિયાન ભારે અંધાધૂંધી સર્જાઈ હતી. જે પ્રેક્ષકો ફિલ્મનો રોમાંચ માણવા આવ્યા હતા, તેમને અધવચ્ચે જ મધદરિયે છોડી દેવામાં આવતા મલ્ટિપ્લેક્સમાં જાણે યુદ્ધનું મેદાન સર્જાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.૧૦ મિનિટનો બ્રેક અનિશ્ચિત વિલંબમાં ફેરવાયોસાંજે ૫:૪૫ વાગ્યે શરૂ થયેલો શો જ્યારે ઈન્ટરવલ (મધ્યાંતર) પર પહોંચ્યો, ત્યારે પ્રેક્ષકોને અપેક્ષા હતી કે ૧૦ મિનિટમાં ફિલ્મ ફરી શરૂ થશે. પરંતુ આ ૧૦ મિનિટ કલાકોમાં ફેરવાઈ ગઈ. થિયેટર મેનેજમેન્ટ દ્વારા માત્ર 'ટેકનિકલ ખામી'નું બહાનું ધરી દેવામાં આવ્યું, જેનાથી ચાહકોનો પારો આસમાને પહોંચ્યો હતો. ગેરવહીવટથી કંટાળેલા લોકોએ થિયેટરની બહાર સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા, પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે આખરે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.ખિસ્સા ખાલી થયા પણ મનોરંજન ન મળ્યુંશોમાં હાજર રહેલા દંપતી શશાંક અને સ્વાતિ સિંહે પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, "અમે રાત્રે ૮ વાગ્યા સુધી રાહ જોઈ. આશ્ચર્યની વાત એ હતી કે ઓડિટોરિયમ-૧ માં શો બંધ હતો, જ્યારે અન્ય સ્ક્રીન પર ફિલ્મ ચાલી રહી હતી! અમને 'પાંચ મિનિટ' કહીને તેઓ પોપકોર્ન અને કોલ્ડ્રિંક્સ વેચતા રહ્યા. અમે ખાવા-પીવા પાછળ ૨,૦૦૦ રૂપિયા ખર્ચ્યા પણ ફિલ્મ તો જોવા જ ન મળી." અન્ય એક સાક્ષીએ તો ત્યાં સુધી દાવો કર્યો કે જ્યારે તેમણે રિફંડ માંગ્યું તો સ્ટાફ દ્વારા પોલીસ કાર્યવાહીની ધમકી આપવામાં આવી હતી.મેનેજમેન્ટનો બચાવ: 'દોષ વિતરકોનો છે'હોબાળા બાદ થિયેટર સત્તાવાળાઓએ તમામ શો રદ કરીને રિફંડ આપવાની જાહેરાત કરી છે. સ્ટાફના જણાવ્યા મુજબ, સમસ્યા બેકએન્ડ અથવા વિતરક (Distributor) તરફથી હતી અને સર્ટિફિકેશનમાં કોઈ ખામી હતી. લગભગ ૧,૨૦૦ લોકોની ભીડને સંભાળવી મુશ્કેલ બની ગઈ હતી. હવે આ રિફંડ પ્રક્રિયામાં એક અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે.નોઈડામાં બનેલી આ ઘટનાએ મલ્ટિપ્લેક્સની સર્વિસ અને મોટા બજેટની ફિલ્મોના પ્રીવ્યુના આયોજન સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
તકનીકી મુદ્દાઓ નોઇડામાં'ધુરંધર 2: ધ રીવેન્જ'નું વિશેષ ચૂકવેલ પૂર્વાવલોકન
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.