બગસરા:રોજિંદા જીવનમાં સવારના પહોરમાં ગરમાગરમ ચાની ચુસ્કી સાથે હાથમાં છાપું ન હોય તો અનેક લોકોનો દિવસ અધૂરો ગણાય છે. પરંતુ આ સમાચાર પત્ર તમારા ઘરના ઉંબરા સુધી પહોંચે તે પહેલાંની પડદા પાછળની દુનિયા ખૂબ જ સંઘર્ષમય અને શિસ્તબદ્ધ હોય છે. જ્યારે આખું નગર ઘોર નિદ્રામાં હોય છે, ત્યારે છાપા વિતરકોની એક અલગ જ દુનિયા સક્રિય થઈ જાય છે. પરોઢિયે શરૂ થતી અક્ષર સાધના:વિશ્વભરના સારા-માઠા વાવડ અને ખબરો જાણવાની જિજ્ઞાસા સૌ કોઈને હોય છે, ભલે પછી તે જે-તે વ્યક્તિની રસ અને રુચિ મુજબની હોય. આ જિજ્ઞાસા સંતોષવા માટે વિતરકો અને ફેરિયાઓ સૂર્યોદય પહેલાં જ જાગીને કાર્યરત થઈ જાય છે. અખબારી કાર્યાલય કે છાપખાનાથી ગાડીઓ દ્વારા આવેલા સમાચાર પત્રોના જથ્થાબંધ બંડલો એક નિશ્ચિત સ્થળે ઉતારવામાં આવે છે. બગસરામાં જોવા મળતા આ દ્રશ્યોમાં વિતરકો વહેલી સવારે એકત્ર થઈને પોતપોતાના વિસ્તાર મુજબ છાપાંની તારવણી કરે છે અને ત્યારબાદ સાઈકલ કે મોટરસાઈકલ પર સવાર થઈને શેરીએ-શેરીએ કે ગ્રાહકોના ઘરે-ઘરે પહોંચાડવાની જવાબદારી નિભાવે છે. તસવીરકાર મૂકેશ પંડિત દ્વારા કંડારવામાં આવેલું આ દ્રશ્ય એ મહેનતકશ માનવીઓની સાક્ષી પૂરે છે. આધુનિકતાના આક્રમણ વચ્ચે અસ્તિત્વનો પ્રશ્ન:વર્તમાન સમયમાં સંચાર માધ્યમોમાં ક્રાંતિ આવી છે. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાની આધુનિક પ્રણાલીઓના કારણે સમાચાર આંગળીના ટેરવે ઉપલબ્ધ છે, જેના કારણે પરંપરાગત છાપાઓની જરૂરિયાત સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થયા છે. ટેકનોલોજીના આ આક્રમણ વચ્ચે કદાચ આગામી દિવસોમાં વહેલી સવારે છાપાંની તારવણી કરતા વિતરકોના આ પ્રત્યક્ષ દ્રશ્યો જોવા ન પણ મળે તેવી ભીતિ સેવાઈ રહી છે. એક માર્મિક અપીલ:સમાચાર પત્રો માત્ર કાગળ નથી, પણ અનેક પરિવારોની આજીવિકાનું સાધન અને જ્ઞાનનું માધ્યમ છે. ત્યારે આ પ્રણાલી અને વિતરકોના અસ્તિત્વને જીવંત રાખવા માટે મુકેશ પંડિત દ્વારા માર્મિક અપીલ કરવામાં આવી છે કે, ક્યારેક તમે પણ તમારા વિસ્તારમાં વહેલી સવારે જ્યાં છાપાં ઉતરતા હોય તેવા સ્થાન પર જજો અને ત્યાંથી રૂબરૂ એકાદ છાપું કે સામયિક ખરીદજો. વહેલી સવારે છાપાના પાના ઉથલાવવાનો આનંદ ડિજિટલ સ્ક્રીન ક્યારેય આપી શકશે નહીં.
તમારા મોર્નિંગ ન્યૂઝપેપર પાછળના અજ્ઞાત નાયકો
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.