ચેન્નાઇ તા.૫: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં એક રોમાંચક અને લગોલગ ટક્કર જોવા મળી હતી. ડીએમકેના વરિષ્ઠ નેતા અને સહકારિતા મંત્રી કેઆર પીરિયાકરુપ્પને માત્ર એક મતના અંતરથી પોતાની બેઠક ગુમાવી દીધી. તેના સામેના ટીવીકે ઉમેદવાર સીનિવાસ સેથુપતિએ ૮૩૩૭૫ વોટ મેળવ્યા હતા. પીરિયાકરુપ્પન ૮૩૩૭૪ મત મળ્યાં હતા. છેલ્લા રાઉન્ડ સુધી પીરિયાકરુપ્પન ૩૦ મતથી આગળ ચાલી રહ્યાં હતા. પરંતુ છેલ્લા રાઉન્ડમાં એક મતે આખું સમીકરણ બદલાવી નાખ્યું. આ સીટ પર આર. પલકુરિચી પંચાયતના બે હજારથી વધુ મતદાતાઓએ પ્રશાસનિક સીમા વિવાદનું સમાધાન ન થવાના કારણે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. આ બહિષ્કારની સીધી અસર ચૂંટણી પરિણામ પર પડી. પીરિયાકરુપ્પન ડીએમકેના મોટા નેતા માનવામાં આવે છે. તેને ૨૦૦૬થી સતત ચાર વાર તિરુપ્પતૂરથી ધારાસભ્ય તરીકે પંસદ કરવામાં આવ્યાં હતા. તે ૨૦૨૧માં સત્તામાં આવ્યાં પછી ગ્રામીણ વિકાસ મંત્રી બન્યા. ડિસેમ્બર ૨૦૨૨માં તેઓને સહકારી વિભાગની જવાબદારી સોંપવામાં આવી. આ પહેલા તે માનવ સંસાધન તેમજ મંદિર પ્રશાસન મંત્રી પણ રહી ચૂક્યા છે. સિવાગંગા જિલ્લામાં પાર્ટીના જિલ્લા સચિવ તરીકે પણ તેણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. પીરિયાકરુપ્પનએ ડીએમકે વિદ્યાર્થી શાખાથી રાજકીય સફર શરૂ કરી હતી. તેમણે વાણિજ્ય અને કાયદામાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. આ હારથી ડીએમકે કેમ્પમાં નિરાશા ફેલાઈ છે. પાર્ટીના ઘણા નેતાઓ આ પરિણામને સ્થાનિક મુદ્દાઓ અને વિરોધી પક્ષોની એકજૂટ રણનીતિનું પરિણામ માનતા છે. જ્યારે ટીવીકે સમર્થકો આ જીતને મોટા રાજકીય પરિવર્તનનો સંકેત ગણાવી રહ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ મતગણતરી સંપૂર્ણપણે પારદર્શક રહી હતી. અંતિમ વોટના અંતરે આખા તમિલનાડુનું ધ્યાન આ સીટ તરફ ખેંચાઈ ગયું. પીરિયાકરુપ્પનએ હજી સુધી કોઈ અધિકારીક પ્રતિક્રિયામાં હાર સ્વીકારી છે કે નહીં, તેની પુષ્ટિ થઈ નથી. તેમનાં નજીકના સહયોગીઓ કહે છે કે તેઓ પાર્ટીની રણનીતિ પર ગંભીરતાથી વિચાર કરશે. આ ચૂંટણી પરિણામે સાબિત થાય છે કે લોકતંત્રમાં દરેક મતની કિમત હોય છે. એક વોટે માત્ર એક મંત્રીની સીટ જ છીનવી નથી, પણ આખા ચૂંટણી પરિપ્રેક્ષ્યને નવો વળાંક આપી દીધો.
તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં ડીએમકે નેતા કે. આર. પેરિયાકરુપ્પન એક મતથી હારી ગયા છે.
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.