રાજકોટ તા. ૫: ભાવનગરના તળાજા ડબલ મર્ડરમાં રાજકોટની હેતલ વૈઠાએ પોતાના પતિ વિમલ વૈઠા સાથે મળી મિલ્કત માટે થઇને ખોફનાક કાવત્રુ ઘડી રાજકોટથી તળાજા પહોંચી પોતાના સાસુ રેખાબેન અને સસરા કિશોરભાઇ વૈઠાને ગળાટૂંપો દઇ પતાવી દઇ બાદમાં લાશ સળગાવી નાંખી હતી અને આ ઘટના આકસ્મિક આગની હોવાનો દેખાવ ઉભો કર્યો હતો. ડબલ મર્ડરમાં સુત્રધાર હેલને મદદ કરનારા રાજકોટ ભીલવાસના હલીમા પંચરવાળા મુનીર બ્લોચ અને તેના મિત્ર અમીરખાન પઠાણની પણ ધરપકડ થઇ હોઇ મુનીર રિમાન્ડ પર હોઇ તળાજા પોલીસ તેને સાથે લઇ રાજકોટ તપાસમાં આવી હતી. તે હત્યાકાંડમાં મદદરૂપ થવા રાજકોટથી પેટ્રોલ લઇને ગયો હતો. શરૂઆતમાં આપઘાત કે અકસ્માતની જણાતી ઘટનામાં તળાજા પીઆઇ વી. આર. ચાવડા અને તેની ટીમ ઉંડી ઉતરતાં આ ઘટના હત્યાની હોવાનું ખુલતાં રાજકોટ રહેતી હેતલ, તેના પતિ વિમલ અને આ હત્યામાં સુત્રધાર હેતલને મદદ કરનાર રાજકોટ સુભાષનગરમાં રહેતાં અને ભીલવાસ ચોકમાં હલીમા ઓટો નામે દુકાન ધરાવતાં મુનીર હમીદભાઇ બ્લોચ તથા મુનીરના મિત્ર મુળ વિસાવદરના અમીરના અહેમદખાન પઠાણને પણ પકડી લેવાયા હતાં. હત્યાકાંડનો સમગ્ર પ્લાન હેતલ વૈઠાએ ભીલવાસ ચોકમાં હલીમા ઓટો નામે પંચર સાંધવાની દૂકાન ચલાવતાં મુનીર બ્લોચ સાથે મળીને ઘડયો હતો. હેતલે સાસુ-સસરાનુ ગળુ દબાવ્યું હતું અને તેમાં હાથ-પગ પકડવામાં મુનીર તથા અમીરેખાને મદદ કરી હતી. બાદમાં લાશને પેટ્રોલથી સળગાવી હતી. જે પેટ્રોલ મુનીર રાજકોટથી લઇ ગયો હતો. પ્ર.. નગર પોલીસે સાથે રહી મુનિરને દબોચી તળાજા પોલીસને સોંપતા ભીલવાસમાં આવેલ દુકાને રિકન્ટ્રકશન કરાવાયું હતું. મિલકતના લોભે પુત્ર વિમલ વૈઠા અને પુત્રવધૂ હેતલબે વૈઠાએ તેમના માતા-પિતા કિશોરભાઈ અને રેખાબેનની ક્રુર હત્યા કરી હતી. આ બનાવમાં હત્યાનો ભોગ બનેલા રેખાબેનના ભાઈ રાજેશભાઈએ તળાજા પોલીસ મથકમાં પોતાના ભાણેજ વિમલ અને તેની પત્નિ હેતલ સામે ફરિયાદ નોંધાવી હતી. વિમલ ભારે દેવામાં ડૂબેલો હતો અને વારંવાર પિતાને પૈસા માટે દબાણ કરતો હતો. મકાન, દુકાન અને ઘરેણાં વેચવાની માંગણીને લઈને પરિવારમાં અવારનવાર ઝઘડા થતા હતા. જેથી આર્થિક લાલચ અને મિલકત મેળવવા માટે તેણે હત્યાનો પ્લાન ઘડયો હતો. જેમાં સુત્રધાર તરીકે તેની પત્નિ હેતલે આગેવાની લઇ ખોફનાક ઘટનાને અંજામ આપ્યો હતો.
તલાજા ડબલ મર્ડર કેસમાં રાજકોટ દંપતીએ કથિત રીતે સાસુ-સસરાની હત્યા કરી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.