ચેન્નાઈ, તા.૪: તમિલનાડુના રાજકારણમાં જ્યારે પણ કોઈ સુપરસ્ટાર ડગ માંડે છે, ત્યારે ઈતિહાસ બદલાય છે, અને થલપતિ વિજયે પોતાની પાર્ટીTVKદ્વારા આ પરંપરાને જીવંત રાખી છે. ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં વિજયની એન્ટ્રીએ માત્ર ગ્લેમર જ નહીં, પણ સચોટ અને ગ્રાઉન્ડ લેવલના વચનો દ્વારા પ્રસ્થાપિત પક્ષોના પાયા હચમચાવી દીધા છે. તેમના મેનિફેસ્ટોના સાત મુખ્ય અદભુત વચનોમાં સૌથી વધુ ચર્ચા માધિપુમિગુ માગાલીર થિટ્ટમની છે, જે અંતર્ગત પરિવારની મહિલા વડાઓને દર મહિને રૂ.૨,૫૦૦ની સીધી આર્થિક સહાય આપવાની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત, અન્નપૂર્ણા સુપર સિક્સ યોજના હેઠળ વર્ષે ૬ મફતLPGસિલિન્ડર અને લગ્ન પ્રસંગે ૮ ગ્રામ સોનાની સાથે રેશમી સાડી આપવાના વચને ખાસ કરીને મહિલા મતદારોમાં વિજયની લોકપ્રિયતાને આસમાને પહોંચાડી દીધી છે. શિક્ષણ અને યુવા શક્તિને લક્ષ્ય બનાવીને વિજયે કામરાજર કાલવી ઉરુધિ થિટ્ટમ દ્વારા ધોરણ ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રૂ.૧૫,૦૦૦ની સહાય જાહેર કરી છે, જે ગરીબ પરિવારો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. માત્ર અભ્યાસ જ નહીં, પણ ડિગ્રી મેળવ્યા બાદ સંઘર્ષ કરતા યુવાનો માટે માસિક રૂ.૪,૦૦૦ સુધીનું બેરોજગારી ભથ્થું આપીનેTVKએ તમિલનાડુના આધુનિક યુવા વર્ગની નસ પકડી લીધી છે. મહિલાઓ માટે બસોમાં મફત મુસાફરીની સુવિધા વેત્રી પયનમ થિટ્ટમ દ્વારા પરિવહનને વધુ સુલભ બનાવવાનો પ્રયાસ કરાયો છે. વિજયના આ વચનો માત્ર કાગળ પરના આંકડા નથી, પરંતુ જનતાની રોજબરોજની જરૂરિયાતોને સ્પર્શતા મુદ્દાઓ છે, જેણે ચૂંટણી મેદાનમાં તેમને મોખરે લાવી દીધા છે. ખેતીપ્રધાન વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરવા માટે વિજયે માસ્ટર સ્ટ્રોક મારતા નાના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત કરી છે. ૫ એકર સુધીની જમીન ધરાવતા ખેડૂતોનું દેવું નાબૂદ કરવું અને મોટા ખેડૂતો માટે ૫૦% લોન માફી જેવા ક્રાંતિકારી વચનોએ ગ્રામીણ તમિલનાડુમાં વ્સ્ધ્ તરફી લહેર પેદા કરી છે. દ્રવિડિયન વિચારધારાના ગઢમાં વિજયની આ કલ્યાણકારી રણનીતિએ સાબિત કરી દીધું છે કે તેઓ માત્ર પડદાના હીરો નથી, પણ લોકોની સમસ્યાઓ સમજનાર ગંભીર રાજનેતા તરીકે પણ ઉભરી રહ્યા છે. જો આ વલણો મતોમાં પરિવર્તિત થશે, તો તમિલનાડુમાં દાયકાઓથી ચાલતા પરંપરાગત પક્ષોના શાસન સામે વિજય એક નવો વિકલ્પ બનીને ઉભરશે.
થલપતિ વિજયની પાર્ટીએ તમિલનાડુના રાજકારણને હચમચાવી દેવાનું વચન આપ્યું
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.