Achira News Logo
Achira News

દેડકાદ ગામમાં પારિવારિક વિવાદને લઈને ચાર લોકોએ મજૂર પર હુમલો કર્યો

Akila News
દેડકાદ ગામમાં પારિવારિક વિવાદને લઈને ચાર લોકોએ મજૂર પર હુમલો કર્યો
Full News
Share:

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૪: તાલુકાના દેડકદડ ગામે કૌટુંબિક અદાવતમાં એક યુવાન પર ચાર શખ્‍સોએ હુમલો કરી ઈજા પહોંચાડ્‍યાની ઘટના સામે આવી છે. દાદીને રાખવા જેવી બાબતે થયેલી ફોન પરની બોલાચાલીનું મનદુખ રાખી રાજકોટથી આવેલા શખ્‍સોએ યુવાનના ઘરે જઈ માર માર્યો હતો. આ મામલે ધ્રોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગતો મુજબ, દેડકદડ ગામે રહેતા અને મજૂરી કામ કરતા ૩૦ વર્ષીય મનસુખભાઇ ભુપતભાઈ ઝીઝુવાડીયાને તેમના દાદીને સરખી રીતે રાખવા બાબતે આરોપી જીકુબેન અને રાહુલભાઈ જોગરાજીયા સાથે ફોન પર શાબ્‍દિક બોલાચાલી થઈ હતી. આ વાતની અદાવત રાખી ગત તારીખ ૦૩/૦૨/૨૦૨૬ ના રોજ બપોરે ૩:૦૦ વાગ્‍યાની આસપાસ આરોપીઓ રાજકોટથી દેડકદડ ગામે ફરિયાદી મનસુખભાઈના રહેણાક મકાને પહોંચ્‍યા હતા. ત્‍યાં પહોંચી તમામ આરોપીઓએ એકસંપ થઈ મનસુખભાઈને બેફામ ગાળો આપી હતી. આરોપી જીકુબેન અને સંજયભાઈએ તેમને ઝાપટ મારી હતી, જ્‍યારે રાહુલભાઈએ ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન ઉશ્‍કેરાયેલા લાલા દિલીપભાઈ જોગરાજીયાએ લાકડી વડે મનસુખભાઈના માથાના ભાગે ફટકો મારતા તેમને લોહીલુહાણ હાલતમાં મુંઢ ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ તમામ આરોપીઓ નાસી છૂટયા હતા. આ ઘટના અંગે મનસુખભાઈએ ધ્રોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રાજકોટના વોરા સોસાયટીમાં રહેતા જીકુબેન દિલીપભાઈ જોગરાજીયા, રાહુલભાઈ દિલીપભાઈ જોગરાજીયા, લાલો દિલીપભાઈ જોગરાજીયા અને માધાપરના સંજયભાઈ બાબુભાઈ જાખેલીયા વિરુદ્ધ ફરીયાદ નોંધાતા વધુ તપાસ પો. હેડ કોન્‍સ્‍ટેબલ જે.ડી. ગોગરા ચલાવી રહ્યા છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

દેડકાદ ગામમાં પારિવારિક વિવાદને લઈને ચાર લોકોએ મજૂર પર હુમલો કર્યો | Achira News