પડ્યું પાનું નીભાવી લેવા કરતાં છેડો ફાડીને આગળ વધીએ તો એક વાર થઈ ગયેલી ભૂલનું પુનરાવર્તન થવાનો પસ્તાવો નથી રહેતો અને પછીનું જીવન અન્યો માટે દૃષ્ટાંત બની જતું હોય છે. અમદાવાદનાં ઈંગ્લીશ પેડાગોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. કુંજન કે. પાટડિયા આવો જ પ્રેરણા પતિના અમાનુષી ત્રાસ, સાસરિયાંનું મૌન અને બે દીકરીના ભવિષ્યની ચિંતા કરીને ડૉ. કુંજને ‘પિયા કા ઘર’નો ત્યાગ કર્યો. ભાંગી પડવાને બદલે, દુખિયા નારી બની રહેવાને બદલે નિવૃત્ત IPSનાં દીકરીએ અધૂરો મૂકેલો અભ્યાસ ફરી શરૂ કર્યો. લગ્ન પહેલાં અંગ્રેજીમાં બીએ કર્યું હતું. એ પછી પિયર આવીને બીએડ્, એમએડ્, એજ્યુકેશનમાં નેટ, અંગ્રેજી અને એજ્યુકેશન વિષયમાં એમ બે વાર જીસેટ પાસ કરી. અને હજી હમણાં જ અંગ્રેજી વિષયમાં પીએચડી પણ કર્યું. કૉલેજમાં 20 વર્ષની ઉંમરે પ્રેમ થયો અને પછી પરિવારની સંમતિથી 2004-05માં લગ્ન થયાં. છ મહિનામાં જ લગ્ન પહેલાં અને પછીની અનુભૂતિમાં આભ-જમીનનું અંતર જોયું. મનનો માણીગર ધીમેધીમે શંકાશીલ બનતો ગયો. એટલે સુધી કે રક્ષાબંધને ભાઈ સાથે વાત કરવાની પણ મનાઈ હતી. સાસરું ઘરમાંથી પીંજરું બનવા લાગ્યું. બંધન ધીમેધીમે ત્રાસનું સ્વરૂપ પણ લેવા લાગ્યો. પતિ જીપીએસસીની તૈયારી કરવા પુસ્તકાલયમાં વાંચવા જતો ને દારૂ પીને ઘરે આવતો. આવીને ગાળો આપતો, ઢોર સમજીને મારતો. સાસુ-સસરાં આંખ-કાન-મોં ખુલ્લાં રાખીને મૂક-બધીર ને અંધ બની બેસી રહેતાં. કારણ કે સમજાવવાનો પ્રયાસ કર્યો તો દીકરો બાપ ઉપર પણ હાથ ઉપાડતો. આટલા ત્રાસ છતાં બાળક આવશે તો જવાબદારીનું ભાન થશે, સુધરી જશે; એવા વિચારે સાસરિયાએ સમજાવ્યાં. પડ્યું પાનું નીભાવી લઈએ, એ વિચારે ડૉ. કુંજને મન વાળ્યું અને 2008માં દીકરીનો જન્મ થયો. પણ ધારણા ખોટી પડી. પરિસ્થિતિ હતી એના કરતાં પણ વધારે વરવી થઈ. હવે દીકરી પણ માને માર ખાતાં જોતી. દીકરી એક દિવસ નજીકમાં રહેતા નાનાને ઘરે રહેવા ગઈ અને બાળસહજ સ્વભાવે નાનાને વાત કરી. એ પછી સમજાવટનો દોર ચાલ્યો. સમજી પણ ગયા પણ પછી હતું એનું એ થવા લાગ્યું. ફરી પાછો સંતાનનો વિચાર આવ્યો અને 2015માં બીજી દીકરીએ જન્મ લીધો. આ વખતે પણ સ્થિતિ ન સુધરી. પતિ વધારે બેફામ બન્યો. ‘ પોલીસ બનવા માટે જ લગ્ન કર્યાં’તાં’, પતિનો આ સ્વાર્થનો સંબંધ ડૉ. કુંજન માટે વજ્રાઘાત પુરવાર થયો. રોજ દારૂ પીને દીકરી ખોળામાં હોય તોય લાત મારવાની પતિની આદત ન સુધરી. છેવટે બંને દીકરીના ભવિષ્યની ચિંતાએ ડૉ. કુંજને 2013માં ઉંબરો ઓળંગ્યો અને એક પછી એક ડિગ્રી મેળવી.
દુરૂપયોગથી શૈક્ષણિક સફળતા સુધીઃ ડૉ. કુંજન કે. પટડિયાની પ્રેરણાદાયી યાત્રા
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.