નવી દિલ્હી: લ્હીમાં ગરમીના પ્રકોપ અને લૂના વધતા કહેરને જોતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પ્રજાના સ્વાસ્થ્યની રક્ષા માટે યુદ્ધના ધોરણે રાહત પગલાંની જાહેરાત કરી છે. કાળઝાળ ગરમીમાં પરસેવે રેબઝેબ થતા શ્રમિકો અને દૈનિક વેતન કામદારો માટે સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા બપોરે ૧ થી ૪ વાગ્યા દરમિયાન ફરજિયાત આરામનો આદેશ આપ્યો છે. આ સમયગાળા દરમિયાન તાપમાન સૌથી વધુ હોવાથી જાહેર અને ખાનગી તમામ ક્ષેત્રના મજૂરોને સીધા સૂર્યપ્રકાશથી બચાવવા માટે કામગીરી સ્થગિત રાખવા કડક સૂચના આપવામાં આવી છે, જેથી હીટસ્ટ્રોક જેવી જીવલેણ સ્થિતિને ટાળી શકાય.પરિવહન સેવાઓને લઈને પણ સરકારે ખાસ તકેદારી રાખી છે. ડીટીસી બસોમાં મુસાફરોને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે મુખ્ય બસ સ્ટેન્ડ પર તાલીમબદ્ધ સ્વયંસેવકો દ્વારા ઓઆરએસ (ORS) ના પેકેટોનું વિતરણ શરૂ કરાયું છે. શાળાઓમાં પણ બાળકોને ગરમીથી બચાવવા માટે સ્પોર્ટ્સ પિરિયડ અને ખુલ્લામાં થતી સભાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, જાહેર સ્થળોએ ગરીબ લોકો માટે કોટન મફલર અને ટોપીઓ જેવી રક્ષણાત્મક વસ્તુઓના વિતરણ માટે વિશેષ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે, જે વહીવટીતંત્રની સજ્જતા દર્શાવે છે.આરોગ્ય વિભાગને પણ 'હાઈ એલર્ટ' પર રાખવામાં આવ્યું છે. શહેરની તમામ સરકારી હોસ્પિટલોમાં ખાસ 'કૂલિંગ ઝોન' બનાવવાની સૂચના અપાઈ છે, જ્યાં હીટસ્ટ્રોકના દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું છે કે સરકાર નાગરિકોની સુરક્ષા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે અને જો જરૂર પડશે તો આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવામાં આવશે. લોકોને પણ બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને મહત્તમ પાણી પીવા માટે અપીલ કરવામાં આવી છે, જેથી રાજધાનીમાં કુદરતી આફત જેવી આ ગરમીનો સામનો સામૂહિક રીતે કરી શકાય.
દિલ્હી સરકારે ગરમીની લહેર વચ્ચે રાહત પગલાંની જાહેરાત કરી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.