નવી દિલ્હી: દિલ્હી સરકારે ટ્રાફિક વ્યવસ્થાને વધુ પારદર્શક અને કડક બનાવવા માટે એક નવી ચલાણ સિસ્ટમ અમલમાં મૂકી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણય મુજબ, હવે ટ્રાફિક ચલાણને કોર્ટમાં પડકારતા પહેલા દંડની ૫૦ ટકા રકમ ડિપોઝિટ તરીકે જમા કરાવવી ફરજિયાત રહેશે. આ નવા નિયમોનો મુખ્ય હેતુ દંડની વસૂલાતમાં થતા વિલંબને ઘટાડવાનો અને રસ્તા પર શિસ્ત જાળવવાનો છે.સમયમર્યાદાનું કડક પાલન: ૪૫ દિવસનો નિયમનવી સિસ્ટમ મુજબ, ચલાણ ઇશ્યૂ થયાના ૪૫ દિવસની અંદર વાહન ચાલકે કાં તો દંડ ભરી દેવો પડશે અથવા ઓનલાઇન સિસ્ટમ દ્વારા તેને પડકારવો પડશે. જો આ સમયગાળામાં કોઈ પગલાં લેવામાં નહીં આવે, તો ચલાણ આપોઆપ સ્વીકૃત ગણાશે અને ત્યારબાદ દંડ ભરવા માટે માત્ર ૩૦ દિવસનો જ સમય મળશે. જો તમે ઓનલાઇન ફરિયાદ કરી હોય અને તે નકારવામાં આવે, તો કોર્ટમાં જવા માટે અડધો દંડ ભરવો જ પડશે.ડિજિટલ ટ્રેકિંગ અને ચેતવણીઓહવે ટ્રાફિક પોલીસ સિવાય હાઈ-ટેક કેમેરા અને સર્વેલન્સ ટૂલ્સ દ્વારા ઓટોમેટિક ઈ-ચલાણ જનરેટ કરવામાં આવશે. જો તમારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે, તો ૩ દિવસમાં ડિજિટલ નોટિસ મળી જશે, જ્યારે ફિઝિકલ નોટિસ ૧૫ દિવસમાં ઘરે પહોંચશે. આ સિસ્ટમ દ્વારા દરરોજ એલર્ટ અને રિમાઇન્ડર પણ મોકલવામાં આવશે જેથી કોઈ 'ભૂલી ગયા'નું બહાનું ન કાઢી શકે.દંડ નહીં ભરો તો સર્વિસ બ્લોક થશેજો તમે સમયસર દંડ નહીં ભરો, તો તમારા વાહનને લગતી સરકારી સેવાઓ પર રોક લગાવી દેવામાં આવશે. જેમાં:• રોડ ટેક્સની ચુકવણી અને લાયસન્સ રિન્યુઅલ અટકાવી દેવાશે.• વાહનનું રજિસ્ટ્રેશન કે માલિકી બદલવાનું કામ બ્લોક થઈ જશે.• ચોક્કસ કિસ્સાઓમાં કોર્ટના આદેશથી વાહન જપ્ત પણ થઈ શકે છે.ગંભીર ગુનેગારો પર ખાસ નજરસરકાર દ્વારા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સમાં સુધારો કરવાની યોજના છે. જે વ્યક્તિ વર્ષમાં ૫ કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરશે, તેને 'સીરિયસ ઓફેન્ડર' (ગંભીર ગુનેગાર) ની શ્રેણીમાં મૂકવામાં આવશે. આવા કિસ્સામાં તેમનું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ અથવા કાયમી ધોરણે રદ પણ થઈ શકે છે.દિલ્હી સરકારની આ નવી ડિજિટલ સિસ્ટમથી ટ્રાફિક નિયમોનું પાલન વધશે અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો થશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
દિલ્હીએ રસ્તાઓ પર પારદર્શિતા અને શિસ્ત વધારવા માટે નવી ચલણ પ્રણાલી રજૂ કરી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.