Achira News Logo
Achira News

દ્વારકાધીશ જગત મંદિરમાં વસંત પંચમીની ઉજવણીઃ એક રંગબેરંગી વસંત ઉત્સવ

Divya Bhaskar
દ્વારકાધીશ જગત મંદિરમાં વસંત પંચમીની ઉજવણીઃ એક રંગબેરંગી વસંત ઉત્સવ
Full News
Share:

વસંત પંચમીના પાવન પર્વથી વસંત ઋતુના આગમન સાથે યાત્રાધામ દ્વારકામાં સ્થિત વિશ્વવિખ્યાત દ્વારકાધીશ જગતમંદિરમાં વસંતોત્સવની ભવ્ય અને પરંપરાગત શરૂઆત થઈ છે. આ અવસરે ભગવાન દ્વારકાધીશને શૃંગાર આરતી તેમજ સંધ્યા આરતી દરમિયાન અબીલ ગુલાલથી ખેલાવવામાં આવી રહ્યા મંદિર પરંપરા મુજબ વસંત ઋતુની શરૂઆતથી લઈને ફાગણ માસના હોળાષ્ટક સુધી પૂજારી પરિવાર દ્વારા શ્રીજીના ગાલના ભાગમાં અબીલ-ગુલાલના સૌમ્ય છાંટણા કરવામાં આવે છે. આ અલૌકિક દૃશ્યના દર્શનનો લાભ બંને આરતી સમયે ઉપસ્થિત રહેતા હજારો ભાવિકોને પ્રાપ્ત થાય છે. વસંતના રંગો સાથે ભગવાન દ્વારકાધીશ ભાવિકોને પોતાના રંગમાં રંગતા હોય તેવી ભાવ સભર અનુભૂતિ સર્જાય છે. આગામી પખવાડીયામાં હોળાષ્ટક બેસતાં જ ઉત્સવની રંગીનતા પણ વધુ ઉલ્લાસભરી બનશે. આ સમયગાળા દરમિયાન શ્રીજી શ્વેત વાધામાં અલંકૃત રહેશે તેમજ અબીલ-ગુલાલની પોટલી અને કેસુડા ના કુદરતી રંગોથી ભરેલી પીચકારી સાથે સવાર-સાંજની આરતી દરમિયાન ભાવિકો સાથે રંગોત્સવ માણશે. વસંતોત્સવ દરમિયાન દ્વારકાધીશજીના દર્શનાર્થે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મંદિર પ્રશાસન દ્વારા ભાવિકોની સુવિધા અને વ્યવસ્થા સુચારુ રહે તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન દ્વારકાધીશ જગતમંદિરમાં વસંત ઋતુના આ પાવન પ્રસંગે ભક્તિ, પરંપરા અને ઉત્સવનો અનોખી સંગમ છટા ફરી એકવાર ભાવિકોના હૃદયમાં આધ્યાત્મિક આનંદ અને ઉલ્લાસ ભરશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

દ્વારકાધીશ જગત મંદિરમાં વસંત પંચમીની ઉજવણીઃ એક રંગબેરંગી વસંત ઉત્સવ | Achira News