Achira News Logo
Achira News

દાહોદ શહેરના જી. એલ. કે. ટાવર માલિકોને મકાનના ઉપયોગની પરવાનગીના અભાવને કારણે કાર્યવાહીનો સામનો કરવો પડ્યો

Divya Bhaskar
દાહોદ શહેરના જી. એલ. કે. ટાવર માલિકોને મકાનના ઉપયોગની પરવાનગીના અભાવને કારણે કાર્યવાહીનો સામનો કરવો પડ્યો
Full News
Share:

દાહોદ શહેરમાં બિલ્ડીંગ યુઝ પરમિશન વગર ધમધમતી હાઈરાઈઝ બિલ્ડીંગો સામે પાલિકા તંત્રએ કડક વલણ અખત્યાર કર્યું છે. શહેરના સ્ટેશન રોડ પર આવેલા જાણીતા જીએલકે ટાવરના 29થી વધુ મિલકત ધારકોને પાલિકા દ્વારા સામૂહિક નોટિસ ફટકારી છે. પાલિકાએ તમામ ધારકોને પ્રક્રિયા મળતી માહિતી મુજબ દાહોદ શહેરના સ્ટેશન રોડ ઉપર જીએલકે ટાવરમાં અગાઉ ‘સિનેમેરા મલ્ટિપ્લેક્સ’ કાર્યરત હતું. જોકે BU પરમિશનના અભાવે આ થિયેટરને મનોરંજન લાયસન્સ મળી શક્યું નહોતું. જેથી છેલ્લા લાંબા સમયથી થિયેટરને તાળાં લાગેલા છે. આ બાબતે તપાસ કરતાં બહાર આવ્યું હતું કે આ ટાવરમાં આવેલી અનેક દુકાનો અને વ્યાપારિક એકમો પાસે પણ માન્ય BU પરમિશન નથી. આ ગંભીર બેદરકારી સામે આવતા પાલિકા અને વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. પાલિકા તંત્રે નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, જો આગામી 7 દિવસમાં બિલ્ડીંગ યુટિલાઈઝ પરમિશન મેળવવા માટેની જરૂરી કાર્યવાહી નહીં કરે તો આ તમામ મિલકતોને સીલ કરી દેવાશે. BU પરમિશન એટલે શું? જે કોઈપણ ઈમારતનું બાંધકામ પૂર્ણ થયા બાદ સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતું ‘વપરાશનું પ્રમાણપત્ર' છે. આ દસ્તાવેજ સાબિત કરે છે કે બિલ્ડીંગ મંજૂર નકશા અને ફાયર સેફ્ટી જેવા સલામતીના નિયમો મુજબ બનેલું છે. જેના વગર બિલ્ડીંગનો વપરાશ કરવો એ કાયદાકીય ગુનો છે. મિલકતમાં વીજળી, પાણી અને ગટરના કાયમી જોડાણ મેળવવા માટે આ પરમિશન હોવી અનિવાર્ય છે. આ ઉપરાંત, મિલકત પર બેંક લોન લેવા કે તેના વેચાણ સમયે પણ BU પરમિશન સૌથી મહત્વનો દસ્તાવેજ ગણાય છે. આમ સુરક્ષિત અને કાયદેસર વસવાટ માટે દરેક મિલકત ધારક પાસે આ પરવાનગી હોવી અત્યંત આવશ્યક છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

દાહોદ શહેરના જી. એલ. કે. ટાવર માલિકોને મકાનના ઉપયોગની પરવાનગીના અભાવને કારણે કાર્યવાહીનો સામનો કરવો પડ્યો | Achira News