Achira News Logo
Achira News

ધનધુકા-રણપુર રોડ પર જીવલેણ હિટ એન્ડ રન ઘટનામાં રણપુર પોલીસ આરોપી

Sandesh
ધનધુકા-રણપુર રોડ પર જીવલેણ હિટ એન્ડ રન ઘટનામાં રણપુર પોલીસ આરોપી
Full News
Share:

ધંધૂકા-રાણપુર માર્ગ પર તાજેતરમાં બનેલી ગંભીર હિટ એન્ડ રન ઘટનામાં રાણપુર પોલીસે આરોપીને ઝડપી પાડવામાં સફ્ળતા મેળવી છે.વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ, થોડા દિવસ પહેલા ચંદુભાઈ અને વસંતબેન નામના બે લોકો પગપાળા દર્શન માટે જતા હતા ત્યારે એક બેદરકાર ટ્રક ડ્રાઈવરે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંનેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ આરોપી ટ્રક સાથે સ્થળ પરથી ફ્રાર થઈ ગયો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે રોષ અને ચકચાર ફેલાઈ હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાણપુર પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરી તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને આરોપીની ઓળખ કરવામાં સફ્ળતા મેળવી હતી. સતત પ્રયત્નો બાદ પોલીસે આરોપી ધર્મેન્દ્રસિંહ રાણા અને અકસ્માતમાં વપરાયેલ ટ્રકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો અમદાવાદમાં વધુ એક છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કાપડની ખરીદી કરવામાં આવી હતી અને વેપારીઓને વાયદો આપી રૂપિયા ચૂકવણીની વાત કરી હતી અને આ મામલે સમયાંતરે વેપારીને રૂપિયા ન ચૂકવી રૂપિયા 2,48,12,413ની છેતરપિંડી કરતા ગુનો નોંધાયો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી પોતાની પ્રાઇવેટ લિમિટેડ ફર્મમાં ફરીયાદી પાસેથી તા.05-01-2023 થી 29-12-2023 સુધીમાં ઉધારીમાં જથ્થાબંધ ડેનિમ કાપડની ખરીદ કરીને 120 દિવસમાં પેમેન્ટ ચુકવી દેવાની ખાતરી ભરોસો આપી બાકી રહેતા રૂ.2,48,12,413 વેપારીઓએ આજદીન સુધી અવાર નવાર માંગણી કરવા છતા નહિ ચુકવી આપી વિશ્વાસઘાત કર્યો હતો જેના કારણે ગુનો નોંધાયો હતો. ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-એ -૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ મુજબના કામે રૂ. ૨,૪૮,૧૨,૪૧૩/- વિશ્વાસધાત છેતરપિંડીના ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી ન્યુ ક્લોથ માર્કેટ વિંગ આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઈમ બ્રાન્ચ. અમદાવાદ શહેર ન્યુ કલોથ માર્કેટ વિંગ આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારી તથા કર્મચારીઓને ડી.સી.બી. પો સ્ટે ગુ.ર.નં.પાર્ટ-એ- ૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ મુજબના ગુનાની ઉંડાણપુર્વક તપાસ કરી ગુનાના મુખ્ય આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાયદેસરના પગલા ભરવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ જે આધારે ન્યુ કલોથ માર્કેટ વિંગ આર્થીક ગુના નિવારણ શાખાના અધિકારી/કર્મચારીઓ આવા ગુના શોધી કાઢવા કાર્યશીલ હતા. ડી.સી.બી. પો સ્ટે ગુ.ર.નં.પાર્ટ-એ- ૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૧૬(૨)¸૩૧૬(૫)¸૫૪ મુજબની ફરીયાદ તા.૧૮/૦૩/૨૦૨૬ ના રોજ દાખલ થઈ હતી. ફરીયાદી અરુણકુમાર જ્વાલાપ્રસાદ તુલશ્યાન ઉ.વ-૬૬ ધંધો-વેપાર રહે-મ.નં-૪૪૪, લેન નં.૧૯ સત્યાગ્રહ છાવણી ભાવનિર્ઝર સેટેલાઇટ. 01- દક્ષેશ જીતેંદ્રકુમાર ગોહિલ 02-ધવલભાઇ જીતેંદ્રકુમાર ગોહિલ 03- મંજુલાબેન વા/ઓ દક્ષેશ જીતેંદ્રકુમાર ગોહિલ 04-કિંજલબેન વા/ઓ ધવલભાઇ જીતેંદ્રકુમાર ગોહિલ 05-યામીકાબેન વા/ઓ જયદિપ મહેશભાઇ ખત્રી 06- જયદિપ મહેશભાઇ ખત્રી આ ગુનાની તપાસ ન્યુ કલોથ માર્કેટ વિંગના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.સાટીયા ચલાવી રહ્યાં છે અને તેઓએ એસ.આઇ.ટી. ન્યુ કલોથ માર્કેટ વિંગના કર્મચારીઓને સાથે રાખી મોબાઇલ નંબરોના સી.ડી.આર/એસ.ડી.આર. મેળવી કંન્ટ્રોલ રૂમ ખાતેથી આરોપીઓના વાહનોના નંબર મેળવી તેઓની અવરજવર ના સમય મેળવેલ ત્યાર બાદ આ કામના આરોપીઓ ગુજરાત અમદાવાદમાં હોવાની કડી મેળવેલ અને આરોપીઓને પકડવા સારૂ ટીમ બનાવી અમદાવાદ ખાતેથી પકડયા હતા. આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં કમોસમી વરસાદનું તાંડવ, બારમાસી મસાલા માર્કેટ પડી ભાંગી રાજકોટમાં કમોસમી વરસાદથી મસાલા માર્કેટને નુકસાન થયું છે અને શહેરના ત્રણે ઝોનમાં આવેલી બારમાસી મસાલા માર્કેટને નુકસાન થયું છે, માર્કેટના શેડ, તાલપત્રી પવનને પગલે ઉડી ગઈ હતી અને અનેક માર્કેટમાં મરચાં , ધાણા, હળદર સહિતના મસાલાને નુકસાન થયું છે, મસાલા માર્કેટ ફરી ધમધમતું થતા ત્રણ થી ચાર દિવસનો સમય લાગશે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી સાચી ઠરતા ગુરુવારે સાંજે ૪ વાગ્યે શહેરમાં અચાનક વાતાવરણ પલટાયું હતું અને જોરદાર પવન અને કરા સાથે વરસાદી ઝાપટું પડયું હતું. ભરઉનાળે ત્રાટકેલું માવઠું નાના મોવા સહિત શહેરની એનેક મસાલા માર્કેટ માટે આફત વહોરી છે. માર્કેટમાં સિઝનના મસાલાની ધૂમ આવક વચ્ચે કમોસમી વરસાદ રૂપી માવઠું ખાબકતા મસાલા માર્કેના વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. નાના મોવા મસાલા માર્કેટના વેપારી સંજયભાઈ સોલંકીએ જણાવ્યું કે, ભારે પવન અને કરા સાથે વરસેલા અચાનક વરસાદથી મસાલા માર્કેટના મંડપ પડી ગયા છે, જોકે આગાહીને પગલે માલ-સામાન ઢાંકી દેવાયો હતો પરતું મસાલામાં ભેજ લાગશે તો સડી જવાની ભીતી સેવાઈ રહી છે. જેના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન થઈ શકે છે. મસાલાના અન્ય વેપારી નીલેશભાઈ કોટકે કહ્યું કે, હાલ મરચા, હળદર, ધાણાજીરુ વગેરે મસાલાનું વેચાણ થાય છે ત્યારે માવઠાને પગલે માર્કેટમાં કેટલાક મંડપ તૂટી પડતા બધુ અસ્થવ્યસ્ત થઈ ગયું છે. પરંતુ માર્કેટ ચાલુ જ છે બંધ થયું નથી, માર્કેટમાં સમુ સરખુ કરતા બે થી ત્રણ દિવસનો સમય લાગશે તેમ વેપારી આલમે જણાવ્યું છે. આ પણ વાંચો : Rajkot News : સૌરાષ્ટ્ર કચ્છના 690 ગામમાં અંધારપટ્ટ છવાયો, રાજકોટ ગ્રામ્યના 112 ગામોમાં અંધારપટથી વીજ પુરવઠો ખોરવાયો સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે બપોર પછી ૫૦ થી ૬૦ કિલોમીટરની ઝડપે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડતા પીજીવીસીએલના પાવર સપ્લાય નેટર્વક અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે પવનના કારણે વીજ થાંભલા અને વાયર તૂટી જવાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના ૬૯૦ ગામડામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. વીજ કંપનીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તોફાની પવનના કારણે સૌથી વધુ જામનગર -દ્વારકા જિલ્લાના ૩૦૨ ગામડામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. વાવાઝોડાના કારણે હાલારમાં ૯૮ વીજ થાંભલા જમીનદોસ્ત થયા હોવાના અહેવાલ મળ્યા છે. રાજકોટ શહેરમાં પણ વાવાઝોડાએ વીજ કંપનીને ભારે ખાનાખરાબી સર્જી છે. શહેરમાં પંચવટી સોસાયટી, અમીન માર્ગ, કાલાલડ રોડ, કોઠારિયા સહિતના વિસ્તારોમાં ૨૦ જેટલા થાંભલા પડી ગયા છે. જ્યારે પાંચ જગ્યાએ વૃક્ષ માથે પડતા વાયર તૂટી જવાના કારણે અનેક વિસ્તારોમાં કલાકો સુધી વીજ પાવર ઠપ્પ થઈ ગયો હતો. સમગ્ર શહેરમાં કુલ ૫૩ ફિડર બંધ થતા વીજ ટીમો દ્વારા વીજ પુરવઠો કાર્યરત કરવા મોડી રાત સુધી યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી જો કે, સાધુ વાસવાણી રોડ, રેલનગર, માધાપર સહિતના વિસ્તારોમાં પાંચ-પાંચ કલાક સુધી પુરવઠો ચાલુ નહીં થતા શહેરીજનો અકળાયા હતા અને વીજ કચેરીમાં ફરિયાદોનો મારો ચલાવ્યો હતો. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પણ વાવાઝોડાએ તાંડવ મચાવ્યો હતો. ગ્રામ્ય વિસ્તાર ઉપલેટા,ધોરાજી સહિતના ગામડાઓમાં ભારે પવનના કારણે ૫૦થી વધુ વીજપોલ ધરાશાયી થતા ૧૧૨ ગામડામાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જ્યારે મોરબી જિલ્લાને પણ વાવાઝોડાએ ધમરોળ્યું હોવાથી મોરબી પંથકમાં ભારે નુકશાનીના અહેવાલ મળી રહ્યા છે. મોરબી જિલ્લાના ૧૩૨ ગામડામાં અંધારપટ્ટ છવાયો હતો. જ્યારે કચ્છના ભુજમાં ૧૧૧ ગામડા, અંજારમાં ૨૫ અને સુરેન્દ્રનગર જિલ્લાના ૮ ગામડામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ પણ વાંચો : Gujarat Weather News : ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ધનધુકા-રણપુર રોડ પર જીવલેણ હિટ એન્ડ રન ઘટનામાં રણપુર પોલીસ આરોપી | Achira News