(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃતા.ર, કે ઓ શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં બે કારકૂનની ભરતી માટ ઉમેદવારો પરીક્ષા ભરવા માટે આવ્યા હતા ત્યારે પરીક્ષાના સમય ને લઈ વિદ્યાર્થીઓમાં રોષ ઉઠવા પામ્યો હતો ત્યારે આ મામલે ધોરાજી આમ આદમી પાર્ટીના અગ્રણી અને એડવોકેટ અરવિંદભાઈ કાપડિયા સ્થળ પર પહોંચી ગયા હતા જેમાં પરીક્ષાર્થીઓએ જણાવેલ કે કોલ લેટર ની અંદર બે કલાકનો પરીક્ષાનું સમય દર્શાવવામાં આવેલ પરંતુ પરીક્ષા ભરતી મેળાએ પરીક્ષકો દ્વારા જણાવવામાં આવેલ કે બે કલાકનો સમય ખોટો લખાયેલો છે હકીકતમાં પરીક્ષા ભરવા માટે એક કલાકનો સમય મળશે. જેને લઇ વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો હતો ત્યારે વધુ અડધો કલાક જેવો સમય ફાળવવામાં આવ્યો હતો. સમય મર્યાદા ને લઈ ઘણા વિદ્યાર્થીઓ નાસી પાસ થઈ ગયા હતા રાજકોટ જેતપુર ધોરાજી અને વિવિધ શહેરોમાંથી આવેલા પરીક્ષાર્થીઓએ જણાવેલું હતું કે પરીક્ષા આપવા માટે અમોને પેન સાથે લઈ જવા દેવામાં આવી ન હતી આ ઉપરાંત કાંડા પર પહેરેલી સાદી ઘડિયાળ પણ અંદર લઈ જવા દેવામાં આવી ન હતી અને પરીક્ષા ખંડમાં ઘડિયાળ પણ ન હતી જેથી કેટલો સમય વીત્યો છે અને પરીક્ષાનો કેટલો સમય બાકી છે તે અંગે પણ કોઈ અંદાજ આવતો ન હતો. પરીક્ષા માત્ર ઓપચારિક લેવાતી હોય તેવું લાગી રહ્યું હતું આવો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. વિગતો પ્રમાણે કેમના માર્ગદર્શન હેઠળ અને કેમના અધ્યક્ષ સ્થાને પરીક્ષા લેવામાં આવી રહી હતી એ અંગે પણ વિદ્યાર્થીઓ અવઢવમાં હતા. તો કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે કોમ્પ્યુટર ને લગતા પ્રશ્નો એક્ઝામ પેપરમાં પૂછવામાં આવ્યા હતા જ્યારે સિલેબસ ની અંદર આ પ્રકારનો કોમ્પ્યુટર ને લગતો અભ્યાસક્રમ જ નથી. સમગ્ર મામલે કાપડિયાએ એક્સ પર વિડિયો લાઈવ કર્યો હતો અને તમામ વિદ્યાર્થીઓએ પોતાના પ્રશ્નો અને તેમને થયેલ તકલીફો વિશે જણાવ્યું હતું. આ મામલે કાપડિયા જણાવેલ કે ગુજરાતમાં વિવિધ પરીક્ષાઓમાં ગેરરીતિઓ થતી હોય છે અને પરીક્ષાઓ રદ કરવામાં ગુજરાત મોખરે છે ત્યારે ભરતી બોર્ડના નિયમો મુજબ નગરપાલિકા સંચાલિત કેવો શાહ કોલેજમાં પરીક્ષા લેવાય છે કે કેમ તેના પર સવાલો ઉઠી રહ્યા છે સમય મર્યાદા ને લઈને પણ વિદ્યાર્થીઓને અન્યાય થયો હોય તેવું લાગી રહ્યું છે આ સમગ્ર પ્રક્રિયા રદ કરી નવેસરથી પરીક્ષા યોજવી જોઈએ.
ધોરાજી પરીક્ષા વિવાદઃ અયોગ્ય પરીક્ષા અવધિ અને પ્રતિબંધોને લઈને ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.