Achira News Logo
Achira News

ધોરાજીના ફરેની રોડના રહેવાસીઓ વહીવટી ખામીઓ વચ્ચે પીવાના પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે

Akila News
ધોરાજીના ફરેની રોડના રહેવાસીઓ વહીવટી ખામીઓ વચ્ચે પીવાના પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે
Full News
Share:

ધોરાજીના ફરેણી રોડ વિસ્તારમાં છેલ્લા સાત વર્ષથી પીવાના પાણીની સમસ્યાએ માઝા મૂકી છે. આ વિસ્તારના વોર્ડ નંબર 4 માં વસતા 500 જેટલા પરિવારો પાણીની ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે નવી પાઇપલાઇન નાખવામાં આવી હોવા છતાં વહીવટી ખામીને કારણે હજુ સુધી છેવાડાના માનવી સુધી પાણી પહોંચ્યું નથી. આકરા ઉનાળામાં જ્યારે તાપમાનનો પારો આસમાને છે, ત્યારે તંત્રની આ નિંભરતા સ્થાનિકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. સ્થાનિકોની વ્યથા માત્ર પાણીની અછત પૂરતી મર્યાદિત નથી, પરંતુ જે જૂની લાઈન દ્વારા પાણી મળે છે તે અત્યંત જોખમી છે. આરોપ છે કે પીવાના પાણીની લાઈનમાં ગટરનું ગંદુ પાણી ભળી જવાથી લોકોને દૂષિત પાણી પીવા મજબૂર થવું પડે છે. આ ગંદા પાણીના કારણે વિસ્તારમાં ચામડીના રોગો અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે પાણી ભરવા માટે દીકરીઓને 5 કિલોમીટર દૂર સુધી રઝળપાટ કરવો પડે છે, જેના કારણે તેમનું ભણતર પણ બગડી રહ્યું છે. વારંવારની રજૂઆતો છતાં સત્તાધીશો દ્વારા માત્ર પોકળ આશ્વાસનો મળતા આજે મહિલાઓનો સંયમ તૂટ્યો હતો. રોષે ભરાયેલી મહિલાઓએ રસ્તા પર ઉતરીને વાહનવ્યવહાર થંભાવી દીધો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં શુદ્ધ પાણીની વ્યવસ્થા નહીં થાય, તો નગરપાલિકા કચેરીએ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ સાથે જ આક્રોશિત રહીશોએ આગામી ચૂંટણીઓમાં મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે, જે આગામી સમયમાં તંત્ર માટે મોટી મુસીબત બની શકે છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ધોરાજીના ફરેની રોડના રહેવાસીઓ વહીવટી ખામીઓ વચ્ચે પીવાના પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે | Achira News