Achira News Logo
Achira News

ધોરણ 12 વિજ્ઞાન પરિણામઃ એક જૂથે 90.79% પાસ ટકાવારી હાંસલ કરી

Divya Bhaskar
ધોરણ 12 વિજ્ઞાન પરિણામઃ એક જૂથે 90.79% પાસ ટકાવારી હાંસલ કરી
Full News
Share:

ધોરણ 12 સાયન્સમાં એ ગ્રૂપનું રિઝલ્ટ 90.79 ટકા રહ્યું છે. કુલ 41,185 વિદ્યાર્થી પાસ થયા છે. આ ગ્રૂપમાં 930ને એ-1 ગ્રેડ, 6663ને એ-2 ગ્રેડ મળ્યો છે. આ વખતે 90 પર્સેન્ટાઇલથી ઉપર એ ગ્રૂપમાં સાયન્સ થિયરી વિષયોમાં 4706 વિદ્યાર્થી પાસ થયા છે. રાજ્યભરની એન્જિ બીજી તરફ બી ગ્રૂપનું 79.87 ટકા રિઝલ્ટ જાહેર થયું છે. કુલ 52,468 વિદ્યાર્થી પાસ થયા છે. આ ગ્રૂપમાં 646 વિદ્યાર્થીને એ-1 ગ્રેડ, 5086ને એ-2 ગ્રેડ પ્રાપ્ત થયો છે. આ વખતે 90 પર્સેન્ટાઇલથી ઉપર સાયન્સ થિયરી વિષયોમાં 6644 વિદ્યાર્થી આવ્યા છે. બી ગ્રૂપનું પરિણામ ગયા વર્ષ કરતાં એક ટકા જેટલું વધારે છે. એ જ રીતે એ-બી ગ્રૂપનું રિઝલ્ટ 69.44 ટકા રહ્યું છે. તેમાં 25 વિદ્યાર્થી પાસ થયા છે. એ-2 ગ્રેડમાં સાત વિદ્યાર્થી છે, જ્યારે એ-1 ગ્રેડ કોઈને મળ્યો નથી. ધોરણ 12 સાયન્સમાં ઓલ ઓવર એ-1, એ-2, બી-1, બી-2 ગ્રેડ લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતી કરતાં અંગ્રેજી માધ્યમનું રિઝલ્ટ વધુઆ વખતે ટકાવારીમાં ગુજરાતી માધ્યમ કરતાં અંગ્રેજી માધ્યમનું રિઝલ્ટ વધારે આવ્યું છે. અંગ્રેજી માધ્યમનું 85.13 ટકા જ્યારે ગુજરાતી માધ્યમનું 84.32 ટકા રિઝલ્ટ છે. જોકે બંને માધ્યમનું રિઝલ્ટ 2020 પછીનું સૌથી વધુ છે. અંગ્રેજી માધ્યમમાં 29475 અને ગુજરાતી માધ્યમમાં 63271 વિદ્યાર્થી પાસ થયા છે. ફિઝિક્સમાં સૌથી ઓછું રિઝલ્ટ12 સાયન્સના મુખ્ય ચાર વિષયમાં સૌથી વધુ 92.76 ટકા રિઝલ્ટ મેથ્સનું છે. જ્યારે બીજા ક્રમે 88.91 ટકા રિઝલ્ટ બાયોલોજીનું છે. સૌથી ઓછું 85.27 ટકા રિઝલ્ટ ફિઝિક્સ વિષયનું આવ્યું છે. જોકે સંખ્યાની દૃષ્ટિએ કેમિસ્ટ્રીમાં 95,375 વિદ્યાર્થી પાસ થયા છે. મારી પાસે આગળ કયા વિકલ્પો? માત્ર ધો. 12 સાયન્સ: બીપીટી, બીએસસી, બાયોટેક્નોલોજી, નેચરોપથી, ફોરેન્સિક, જીએનએમ નર્સિંગ, એએનએમ નર્સિંગ 12 + ગુજકેટ, જેઈઈ: એગ્રીકલ્ચર, વેટેનરી, ફાર્મસી, એન્જિનિયરિંગ, બીએસસી 12 + નીટ: એમબીબીએસ, બીડીએસ (ડેન્ટલ), બીએચએમએસ (હોમિયોપથી), બીએએમએસ (આયુર્વેદિક), નર્સિંગ

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ધોરણ 12 વિજ્ઞાન પરિણામઃ એક જૂથે 90.79% પાસ ટકાવારી હાંસલ કરી | Achira News