Achira News Logo
Achira News

'ધુરંધર 2 "એ એડવાન્સ બુકિંગ અને પેઇડ પ્રીવ્યૂ શો સાથે નવા વિક્રમો સ્થાપિત કર્યા

Western Times
'ધુરંધર 2 "એ એડવાન્સ બુકિંગ અને પેઇડ પ્રીવ્યૂ શો સાથે નવા વિક્રમો સ્થાપિત કર્યા
Full News
Share:

મુંબઈ,ધુરંધર ૨નં એડવાન્સ બૂકિંગ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતમાં માત્ર પહેલા દિવસ અને પ્રીવ્યૂ શોઝ માટે જ ફિલ્મની ૧૦ લાખથી વધુ ટિકિટ વેચાઈ ગઈ છે. ફિલ્મ ધુરંધરઃ ધ રિવેન્જ રિલીઝ થવામાં હવે માત્ર ત્રણ દિવસ બાકી છે ત્યારે ટિકિટનું એડવાન્સ બુકિંગ તેજ બની ગયું છે. ઓપનિંગ વીકએન્ડ માટેનું વ્યાપક એડવાન્સ બૂકિંગ આ વીકેન્ડથી શરૂ થયું છે. ત્યારથી અત્યાર સુધીના પ્રી-સેલ્સ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. જ્યારે પેઈડ પ્રીવ્યૂ શોઝ ૧૮ માર્ચની સાંજે યોજાશે. આ સિક્વલ હવે કોઈપણ ભારતીય ફિલ્મ માટેનો સૌથી મોટું પ્રીમિયર બની ગયું છે, કારણ કે માત્ર પ્રીવ્યૂ શોમાંથી જ દેશમાં ૩૨.૪૪ કરોડની કમાણી થઈ છે. આ પહેલાંનો રેકોર્ડ પવન કલ્યાણની ફિલ્મ ઓજી પાસે હતો, જેણે ગયા વર્ષે પ્રીમિયરમાં લગભગ ૨૫ કરોડ કમાણી કરી હતી. અંદાજ છે કે ધુરંધર ૨ બુધવાર સુધીમાં ૪૦ કરોડ પાર કરી શકે છે. સાથે જ આ ફિલ્મ ઓપનિંગ વીકેન્ડમાં જ ૫૦૦ કરોડની કમાણી કરી લે એવી શક્યતા હાલ દેખાય છે. ટ્રેડ ઇન્સાઇડર્સ દ્વારા મળતી માહિતી મુજબ, આખા ઓપનિંગ વીકએન્ડ માટે ભારતમાં ધુરંધર ૨નું એડવાન્સ બૂકિંગ પહેલેથી જ ૬૦ કરોડથી વધુ પહોંચી ગયું છે.વિદેશમાં પણ ફિલ્મનો જોરદાર પ્રભાવ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ નાર્થ અમેરિકામાં પ્રી-સેલ્સમાં ૫ મિલિયન ડૉલર પાર કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની છે. તેણે પઠાણ, આરઆરઆર અને બાહુબલી ૨ જેવી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે, જેમણે તે વિસ્તારમાં ૪ મિલિયન ડૉલરથી વધુ કમાણી કરી હતી.વિશ્વભરમાં અત્યાર સુધીમાં ધુરંધર ૨ની એડવાન્સ બુકિંગ ૬ મિલિયન ડૉલરથી વધુ થઈ ગઈ છે. એટલે કે ફિલ્મનું કુલ વૈશ્વિક એડવાન્સ બૂકિંગ લગભગ ૧૨૦ કરોડ સુધી પહોંચી ગયું છે. હજુ રિલીઝમાં બે દિવસ બાકી હોવાથી આ આંકડો સરળતાથી ૧૫૦ કરોડ અથવા કદાચ ૨૦૦ કરોડ સુધી પણ પહોંચી શકે છે. સ્પોટ બૂકિંગ ઉમેરવામાં આવે તો ધુરંધર ૨ હજુ ઘણા રેકોર્ડ તોડી શકે છે. જે પ્રકારની કમાણી ભારતીય સિનેમાએ બાહુબલીના સમય પછી ભાગ્યે જ જોઈ છે.પ્રથમ ફિલ્મ ધુરંધરએ વિશ્વભરમાં લગભગ ૧૩૦૦ કરોડની કમાણી કરી હતી અને ડિસેમ્બરમાં રિલીઝ થયા પછી ત્રણ મહિના બાદ પણ થિયેટરોમાં ચાલી રહી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

'ધુરંધર 2 "એ એડવાન્સ બુકિંગ અને પેઇડ પ્રીવ્યૂ શો સાથે નવા વિક્રમો સ્થાપિત કર્યા | Achira News