Achira News Logo
Achira News

ધોળકિયા સ્કૂલના બિઝનેસ ફેરએ આંતરરાષ્ટ્રીય રેકોર્ડમાં પ્રવેશ કર્યો

Akila News
ધોળકિયા સ્કૂલના બિઝનેસ ફેરએ આંતરરાષ્ટ્રીય રેકોર્ડમાં પ્રવેશ કર્યો
Full News
Share:

રાજકોટ,તા.૦૨: ઈન્‍ડિયા બૂક ઓફ રેકોર્ડસ અને એશિયા બૂક ઓફ રેકોર્ડસ બાદ રાજકોટની ધોળકિયા સ્‍કૂલે ‘‘ઈન્‍ટરનેશનલ બૂક ઓફ રેકોર્ડસ''માં સ્‍થાન મેળવી અનોખી ઓળખ ઉભી કરી છે. અકિલા ખાતે વિગતો વર્ણવતા આ શાઇાની ટીમે જણાવ્‍યુ હતુ કે પરિણામલક્ષી શિક્ષણ સાથે પ્રેકટીકલ કેળવણી અને નેતૃત્‍વનો અનોખો ત્રિવેણીસંગમ રચાય તે હેતુથી બીઝનેસ ફેર કરવામાં આવેલ. જેમાં ધો. ૧૧ (કોમર્સ) ના ૧૫૦૦+થી વધુ વિધાર્થીઓ પોતાના વર્ગખંડના વિચારોને લઈ આત્‍મવિશ્વાસ અને પોતાની વ્‍યાવસાયિક પ્રતિભા સાથે આ બિઝનેસ ફેરમાં વેપાર માટે જોડાયા. આ ફેરનો મુખ્‍ય ઉદ્દેશ આત્‍મનિર્ભર ભારત અને સ્‍વદેશી વસ્‍તુઓના વેચાણને કેન્‍દ્રમાં રાખી વિદ્યાર્થીઓને ભવિષ્‍યમાં ઉધોગપતિ, બીઝનેશમાં કે માર્કેટીંગની વ્‍યક્‍તિ બને ત્‍યારે વેપાર માટે કેવી રીતે આયોજન કરવું, શરૂઆતમાં નાણાની વ્‍યવસ્‍થા કેવી રીતે કરવી, માલની ખરીદી-વેચાણ કયાંથી કરવું, માલ વેચાણ જગ્‍યા પર કેવી રીતે પહોંચાડવો, વધુ વેચાણ માટે કઈ કઈ યોજનાઓ બનાવવી આ બધા જ મુદ્દાઓ પર માર્ગદર્શન આપી પ્રેકટીકલ ટ્રેનીંગ આપી વિધાર્થીઓના ભવિષ્‍યનું ઘડતર કરવાનો હતો. ૧૧ કોમર્સના ૧૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા આ બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્‍યું. આ વિધાર્થીઓ આ ફેરમાં માર્કેટિંગ, વેચાણ, પ્રોડક્‍ટ પ્રેઝન્‍ટેશન, ગ્રાહક સાથે વ્‍યવહાર-વાર્તાલાપ અને ટીમ મેનેજમેન્‍ટમાં પોતાની કુશળતા બતાવી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ધોળકિયા સ્કૂલના બિઝનેસ ફેરએ આંતરરાષ્ટ્રીય રેકોર્ડમાં પ્રવેશ કર્યો | Achira News