રાજકોટ, તા., ૪: ધોળકીયા સ્કુલ્સ ગૃપની યાદીમાં ઉમેર્યુ છે કે આજે આવેલા ધોરણ - ૧૨ (સાયન્સ) અને ૧૨ (કોમર્સ) ના પરિણામમાં ધોળકિયા સ્કૂલ્સના તેજસ્વી તારલાઓએ રેકોર્ડ બ્રેક પરિણામ મેળવી મેદાન માર્યુ છે. યાદી મુજબ ગુજકેટમાં ધોરણ - ૧૨ (સાયન્સ)માં ઘાડિયા મિહિર એ ગુજકેટમાં ૧૨૦ માંથી ૧૧૮.૭૫ માર્કસ સાથે ૯૯.૯૮PRમેળવી સમગ્ર ગુજરાતમાં સેકન્ડ રેન્ક મેળવ્યો હતો. ધોરણ - ૧૨ (સાયન્સ)માં ધોળકિયા સ્કૂલે મેળવેલા એક-એક થી ચઢિયાતા પરિણામો જોઇએ તો સમગ્ર ગુજરાત બોર્ડ દ્વિતીય ૧ વિદ્યાર્થી, -A૧ ગ્રેડ સાથે ૧૨૧ વિધાર્થીઓ સબ્જેકટ ફર્સ્ટ ૧૩ વિધાર્થીઓ ૯૯.૦૦PRથી વધારે ૨૪ વિદ્યાર્થીઓ ૯૦.૦૦PRથી વધારે ૩૦૧ વિદ્યાર્થીઆનો સમાવેશ થાય છે. ધોરણ - ૧૨ (કોમર્સ)ના પરિણામમાં ૯૯.૯૯PRસાથે બોર્ડ પ્રથમ આવનાર ૫-૫ વિદ્યાર્થીઓ એકમાત્ર ધોળકિયા સ્કૂલના છે. ફરી એકવાર ગુજરાત બોર્ડમાં ઐતિહાસિક પરિણામ મેળવતી ધોળકિયા સ્કૂલની દિકરી ભિમજીયાણી શ્રેયા જેણે ૭૦૦ માંથી ૬૮૭ માર્કસ સાથે ૯૮.૧૪ ટકા અને ૯૯.૯૯PRમેળવી રાજકોટ શહેર અને ધોળકિયા સ્કૂલને ગૌરવવંતી બનાવી આ દિકરીએ બોર્ડના આજસુધીના ઈતિહાસમાં સૌથી વધુ માર્કસ મેળવી નવો ઈતિહાસ સર્જ્યો છે. અગાઉ આ રેકોર્ડ ધોળકિયા સ્કૂલની દિકરી ભુવા હેન્સીના નામે હતો. આજના ધોરણ - ૧૨ કોમર્સનાં પરિણામમાં બોર્ડ ફર્સ્ટ આવેલા ૯૯.૯૯PRસાથેના વિદ્યાર્થીઓ છ નામ નીચે પ્રમાણે છે. ભિમજીયાણી શ્રેયા વિમલકુમાર ૯૯.૯૯PRચોસલિયા શ્રુતિ લલિતભાઈ ૯૯.૯૯PRઉમરાણીયા ધ્રુવી જયેશભાઈ ૯૯.૯૯PRડોબરીયા રીયા જીતેન્દ્રભાઈ ૯૯.૯૯PRજાડેજા હેમાક્ષીબા દિગ્વિજયસિંહ ૯૯.૯૯.PRનો સમાવેશ થાય છે. આજરોજ જાહેર થયેલાH.S.C.(કોમર્સ)ના પરિણામોમાં સમગ્ર ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવી ધોળકિયા સ્કૂલ્સ મોખરે રહી છે. જેમાં સમગ્ર ગુજરાત બોર્ડ પ્રથમ ૫ વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાત બોર્ડ ટોપટેન માં ૩૩ વિધાર્થીઓA૧ ગ્રેડ સાથે ૨૩૩ વિદ્યાર્થીઓ ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ સાથે સબ્જેક્ટ હાઈએસ્ટ ૨૧૯ વિદ્યાર્થીઓ ૯૦.૦૦PRથી વધારે ૩૮૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
ધોળકિયા સ્કૂલ્સ ગ્રૂપે ધોરણ-12ની પરીક્ષામાં વિક્રમજનક પરિણામો હાંસલ કર્યા
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.