Achira News Logo
Achira News

નકલી દસ્તાવેજો સાથે ચોરાયેલી કાર વેચવાનો રાજકોટનો વેપારી પર આરોપ

Akila News
નકલી દસ્તાવેજો સાથે ચોરાયેલી કાર વેચવાનો રાજકોટનો વેપારી પર આરોપ
Full News
Share:

રાજકોટ તા. ૧૯: શહેરમાં જૂની ગાડીઓની લે-વેચના વ્‍યવસાય સાથે સંકળાયેલા એક વેપારી સાથે તેના જ મિત્રએ વિશ્વાસઘાત કરી,ખોટી સહીઓ અને દસ્‍તાવેજોના આધારે હોન્‍ડા અમેઝ કાર બારોબાર વેચી નાખી હોવાની ફરિયાદ નોંધાઈ છે. એસઓજી પોલીસની તપાસમાં આ આખું કૌભાંડ બહાર આવ્‍યું છે,જેમાં આરોપીએ અસલ આર.સી. બૂક ચોરી કરી બોગસ સહીઓ દ્વારા ગાડી બીજાના નામે ટ્રાન્‍સફર કરાવી દીધી હતી. આવિગત મુજબ,ધરમનગર ૪૦ ફૂટ રોડ પર રહેતા અને પૂજા વોટર સપ્‍લાય તેમજ જૂની ગાડી લે-વેચનો ધંધો કરતા બકુલભાઈ મોહનભાઈ રાઠોડના મિત્ર નયનભાઈ સાવલીયા પાસે એક હોન્‍ડા અમેઝ ગાડી નંબર જીજે૦૩એમએચ-૭૯૧૫ વેચવા માટે આવી હતી. આ ગાડી મુળ માલિક ભાવેશભાઈ મકવાણાની હતી,જે અકસ્‍માતમાં ટોટલ લોસ્‍ટ થયા બાદ હરાજીમાં વેચાઈ હતી. બકુલભાઈએ આ ગાડી નયનભાઈ પાસેથી રૂપિયા ૨,૩૫,૦૦૦માં ખરીદવાનું નક્કી કર્યું હતું અને આગળ વેચવા માટે પોતાના મિત્ર આનંદ ઉર્ફે અમિત નવીનભાઈ ખખ્‍ખર (રહે. ડેકારા હિલ્‍સ પાછળ,કાલાવાડ રોડ) ને સોંપી હતી. ગાડીના મુળ દસ્‍તાવેજો જેવા કે ઓરીજનલ આર.સી. બુક અને ટી.ટી.ઓ. ફોર્મ બકુલભાઈ પાસે હતા. આરોપી આનંદે ગ્રાહકને બતાવવા અથવા ફોટા પાડવાના બહાને બકુલભાઈના ઘરે મુલાકાત લીધી હતી. આ દરમિયાન બકુલભાઈની જાણ બહાર આનંદે અસલ આર.સી. બુક ચોરી લીધી હતી. અગાઉ પણ તેણે વોટ્‍સએપ પર દસ્‍તાવેજોના ફોટા મંગાવ્‍યા હતા,પરંતુ રૂબરૂ આવીને ચાલાકીથી અસલ કાગળો મેળવી લીધા હતા. એસઓજીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે,આરોપી આનંદ ખખ્‍ખર પાસે રહેલી આ હોન્‍ડા અમેઝ ગાડી શંકાસ્‍પદ જણાતા પોલીસે તેને કબ્‍જે કરી હતી. તપાસમાં બહાર આવ્‍યું કે આનંદે મૂળ માલિક ભાવેશભાઈની ટી.ટી.ઓ. ફોર્મમાં ખોટી સહી કરી હતી અને આર.સી. બુકનો ઉપયોગ કરી ગાડી શેખ શાહરૂખમીયા નજુમીયા નામના વ્‍યક્‍તિને રૂા. ૨,૮૨,૦૦૦માં વેચી નાખી હતી. જ્‍યારે ગાડીના અસલ માલિક અને બકુલભાઈ વચ્‍ચે હજુ વ્‍યવહાર બાકી હોવા છતાં કાગળ પર ગાડી ટ્રાન્‍સફર થઈ ગઈ હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

નકલી દસ્તાવેજો સાથે ચોરાયેલી કાર વેચવાનો રાજકોટનો વેપારી પર આરોપ | Achira News