સુરતમાં સાડી ઉપર સ્ટોન લગાવવાનું કારખાનું ધરાવતા ચાર વેપારીઓને ખોટ જતાં તેમણે બીજાના કારખાનામાંથી સ્ટોન એટલે કે ખોટા ડાયમંડ ચોરી પોતાના કારખાનામાં સાડી ઉપર ઉપયોગ કરી વેચાણ કરવાની નવી તરકીબ અજમાવી હતી. આ વેપારીઓએ વરાછા-કાપોદ્રાના પાંચ કારખાનામાંથી 15 મળતી માહિતી પ્રમાણે, કાપોદ્રા વિસ્તારમાં આવેલી શિવનગર સોસાયટીમાંથી 27મી જાન્યુઆરીએ રાધેશ્યામ સ્ટોન મટીરિયલ્સ નામના હોટફિક્ષના તાળાં તૂટ્યા હતા. રિક્ષામાં આવેલા તસ્કરો અહીંથી 1.95 લાખ રૂપિયાની કિંમતના સાડી પર લગાવવાના સ્ટોન ચોરી ગયા હતા. તે પહેલાં સાતમી જાન્યુઆરીએ ઠાકોરદ્વાર સોસાયટીમાં આવેલા સિતારા ઈમ્પેક્ષ નામના કારખાનામાંથી 1.92 લાખના સ્ટોન ચોરી થયા હતા. બંને ચોરીમાં આવેલી ટોળકી રિક્ષામાં આવી હોઈ એક જ ગેંગ હોવાની સંભાવના સાથે સ્ટોન મટીરિયલ્સ ચોરી કરતી નવી વાત હોઇ ઇન્સ્પેક્ટર એમ.બી.ઔસુરા અને ટીમે ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી. પોલીસે રિક્ષા નંબરને આધારે જયસુખ રાજા દાંભેલીયા (રહે. ગીતાનગર, સીતાનગર ચોકડી)ને દબોચ્યો હતો. જેની પૂછપરછમાં સીતાનગર કૈલાસધામ સોસાયટીમાં રહેતાં અને બુટભવાની પાસે હોટફિક્ષનું કારખાનું ધરાવતાં માનસિંહ પ્રતાપસિંહ ગોહિલ અને તેજા નાથા ચાસલા ચોરી માટે રિક્ષા ભાડે કરી લઈ જતાં હોવાનું જણાવતાં બંનેને ઝડપી લેવાયા હતા. આરોપીઓની ધરપકડમાં નવી જ વાત બહાર આવી હતી. માનસિંહ ગોહિલ સહિતના ચાર શખ્સો હોટફિક્ષનું કારખાનું ધરાવતાં હતા, પરંતુ ધંધામાં ખોટ જતાં તેઓ સાડી પર લગાવવાનાં સ્ટોન લાવી શકતા નહિ હોઈ બીજાના કારખાનામાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. છેલ્લા છ મહિનામાં આ ટોળકીએ કાપોદ્રાની બે સોસાયટી ઉપરાંત વરાછામાં આવતી કૈલાસધામ સોસાયટીનાં ત્રણ કારખાનાને નિશાન બનાવ્યા હતા. ચારેય વેપારીઓ ચોરીના સ્ટોનનો પોતાના કારખાનામાં જોબવર્ક માટે આવતી સાડીઓ ઉપર ચોંટાડવાનું કામ તો કરતા જ હતા, પરંતુ કેટલાંક સ્ટોન તેઓ બીજાં કારખાનેદારોને પણ વેચતા હતા. પોતે ખોટમાં જતા કારખાનું બંધ કરી દેવાના હોય બચેલો માલ સસ્તામાં કાઢવા માંગતા હોવાનું જણાવી અન્ય કારખાનેદારોને પણ સ્ટોન વેચતા હતા. ચોરી માટે તેઓ રિક્ષા ઉપરાંત પીકઅપ વાન પણ ભાડે કરીને જતા હતા.
નકલી હીરા વેચીને ચોરોએ સુરતની ફેક્ટરીમાંથી રૂ.
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.