Achira News Logo
Achira News

નાગેશ્વર મહાદેવ મંદિરમાં પરંપરાગત ઉત્સાહ સાથે મહાશિવરાત્રીની ઉજવણી

Divya Bhaskar
નાગેશ્વર મહાદેવ મંદિરમાં પરંપરાગત ઉત્સાહ સાથે મહાશિવરાત્રીની ઉજવણી
Full News
Share:

દ્વારકાથી 16 કિમી દૂર આવેલાં દ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ મંદિરે આગામી મહા વદ 14, તા.15.02.2026 ને રવિવારના રોજ મહાશિવરાત્રિ પર્વની પરંપરાગત રીતે ભકિતભાવ સાથે ધર્મમય ઉજવણી કરવામાં આવશે. નાગેશ્વર જયોતિર્લિંગ ખાતે મહાશિવરાત્રિ પર્વે આરતી તથા રાત્ રાત્રિના 4 પ્રહરની પૂજા, રાત્રે 12 કલાકે વિશેષ આરતી શાસ્ત્રો અનુસાર ચાર પ્રહરની પૂજા કરવાથી ભકતોને શિવકૃપા, કલ્યાણ, આરોગ્ય અને મનોઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં મહાશિવરાત્રિએ પ્રથમ પ્રહર રાત્રિના 9.00 થી 11.00 સુધી, દ્વિતીય પ્રહર રાત્રે 11.00 થી 1.00 સુધી, તૃતીય પ્રહર રાત્રે 1.00 થી 3.00 સુધી તેમજ ચતુર્થ પ્રહર વહેલી સવારે 3.00 થી 5.00 વાગ્યા સુધી એમ રાત્રિના ચારેય પ્રહર દરમ્યાન વિશેષ શિવપૂજા કરવામાં આવશે. આ ઉપરાંત રાત્રિના 12.00 કલાકે શિવજીની વિશેષ આરતી પણ કરવામાં આવશે. મંદિરમાં ભાવિકોની ભીડ રહેતી હોય આરતી તથા ચાર પ્રહરની પૂજા માટે મહાશિવરાત્રિ પૂર્વે નાગેશ્વર મહાદેવ મંદિર કાર્યાલયે પૂર્વ નોંધણી ફરજીયાત રાખવામાં આવી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

નાગેશ્વર મહાદેવ મંદિરમાં પરંપરાગત ઉત્સાહ સાથે મહાશિવરાત્રીની ઉજવણી | Achira News