Achira News Logo
Achira News

નીટ 2026 ની પરીક્ષા રાજકોટ ખાતે પૂર્ણ થઈઃ વિદ્યાર્થીઓએ પેપર સરળતાથી મોડરેટ કરાવ્યું

Akila News
નીટ 2026 ની પરીક્ષા રાજકોટ ખાતે પૂર્ણ થઈઃ વિદ્યાર્થીઓએ પેપર સરળતાથી મોડરેટ કરાવ્યું
Full News
Share:

રાજકોટઃ રાજકોટ ખાતે ૧૨ કેન્‍દ્રો ઉપર મેડીકલ પ્રવેશ માટે નીટ-૨૦૨૬ની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા કેન્‍દ્ર બહારની તસ્‍વીર. (તસ્‍વીરઃ અશોક બગથરીયા) અમદાવાદ તા.૪: દેશભરની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી નીટ ૨૦૨૬ ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. પરીક્ષા કેન્‍દ્રોની બહાર વિદ્યાર્થીઓના પ્રતિભાવો, વિવિધ પ્રસારણ માધ્‍યમો અને શિક્ષણ જગતના નિષ્‍ણાતોના વિશ્‍લેષણ મુજબ, આ વર્ષનું પેપર ગયા વર્ષની સરખામણીમાં એકંદરે સરળથી મધ્‍યમ સ્‍તરનું રહ્યું હતું. સમગ્ર પ્રશ્નપત્ર સંપૂર્ણપણે એનસીઇઆરટી ના અભ્‍યાસક્રમ પર જ આધારિત હતું. સૌથી વધુ રાહત બાયોલોજીના પેપરમાં જોવા મળી છે. બાયોલોજી વિભાગ અત્‍યંત સરળ હતો, જોકે તે થોડો લાંબો હોવાથી મોટાભાગના વિદ્યાર્થીઓને તેને ઉકેલવામાં ૩૫ થી ૫૦ મિનિટનો સમય લાગ્‍યો હતો. બાયોલોજીમાં ૨૯ પ્રશ્નો વિધાન આધારિત અને ૧૪ પ્રશ્નો જોડકાં જોડવાના પ્રકારના હતા. ટોપર્સ માટે આ વિભાગ ખૂબ જ સહેલો રહ્યો હતો, જ્‍યારે સામાન્‍ય સ્‍તરના વિદ્યાર્થીઓ માટે તે થોડો સમય માંગી લે તેવો હતો. બાયોલોજીના આ સરળ સ્‍તરના કારણે આ વર્ષે મેડિકલનું કટ-ઓફ ગયા વર્ષ કરતા ઊંચું જવાની પ્રબળ સંભાવના છે, પરંતુ તે ૨૦૨૪ જેટલી ઊંચી સપાટીએ નહીં પહોંચે બીજી તરફ ફિઝિક્‍સ અને કેમેસ્‍ટ્રી વિભાગે વિદ્યાર્થીઓના સમય વ્‍યવસ્‍થાપનની કસોટી કરી હતી. ફિઝિક્‍સનું પેપર મધ્‍યમ સ્‍તરનું અને કોન્‍સેપ્‍ટ આધારિત હતું. તેમાં ૧૦ થી ૧૨ પ્રશ્નો સીધા ફોર્મ્‍યુલા પર આધારિત અને એકદમ સરળ હતા, જ્‍યારે અન્‍ય ૧૦ થી ૧૨ પ્રશ્નો બહુસ્‍તરીય ગણતરીવાળા અને મધ્‍યમથી કઠિન સ્‍તરના હતા. ૫ થી ૬ પ્રશ્નો થોડા અટપટા અને વિવિધ પ્રકરણોના કોન્‍સેપ્‍ટને જોડતા પૂછાયા હતા. ફિઝિક્‍સમાં ખાસ કરીને મિકેનિક્‍સ, કરંટ ઇલેક્‍ટ્રિસિટી, થર્મોડાયનેમિક્‍સ, મોડર્ન ફિઝિક્‍સ અને ઇલેક્‍ટ્રોડાયનેમિક્‍સ પ્રકરણોમાંથી વધુ ભારાંક ધરાવતા પ્રશ્નો જોવા મળ્‍યા હતા.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

નીટ 2026 ની પરીક્ષા રાજકોટ ખાતે પૂર્ણ થઈઃ વિદ્યાર્થીઓએ પેપર સરળતાથી મોડરેટ કરાવ્યું | Achira News