Achira News Logo
Achira News

નાણાકીય સંઘર્ષ વચ્ચે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુંઃ પીએમ સ્કૂલ ટોચના પ્રદર્શનકારોને જુએ છે

Divya Bhaskar
નાણાકીય સંઘર્ષ વચ્ચે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુંઃ પીએમ સ્કૂલ ટોચના પ્રદર્શનકારોને જુએ છે
Full News
Share:

દીવડા કોલોની પી એમ શાળામાં સામાન્ય પ્રવાહમાં કુલ 99 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. જેમાં 97 વિધાર્થીઓ પાસ થયા હતા. જેમાં નાના માછીવાડ ગામની દીકરી વનિતાબેન રમેશભાઈ ખાંટ શાળામાં 98.23 ટકા સાથે પ્રથમ રહી હતી. આ દીકરીઓની કહાની કોઈના પણ દિલ જીતી લે તેવી છ એક પિતા જે ખાનગી શાળાએ ભણવા માટે બસ ચલાવીને મૂકવા જાય છે, તેમની પોતાની દીકરીએ આર્થિક મર્યાદાઓને કારણે પુરો અભ્યાસ સરકારી શાળામાં કરવો પડ્યો હતો. પરંતુ, આ દીકરીએ પોતાની મહેનતથી 98.23% મેળવી શાળામાં પ્રથમ ક્રમ હાંસલ કરી પિતાના સંઘર્ષને ગૌરવ અપાવ્યું છે. પી એમ શાળામાં ​માત્ર એક જ નહીં, પણ આ જ સંઘર્ષના માર્ગે ચાલતી શિયાલ ગામના ખેડુત પાદરીયા રમેશભાઈ ગામની દીકરી ગીતા પાદરીયાએ પણ 98.03 પર્સન્ટાઇલ સાથે બીજો ક્રમ મેળવી સાબિત કરી દીધું છે કે, મહેનત કરનાર માટે આકાશ પણ ટૂંકું પડે છે. જયારે આજ શાળામાં અભ્યાસ કરતો કેળામૂળ ગામના ખેડૂત નો પુત્ર બારિયા ધર્મેન્દ્ર રમેશ ભાઈ 97.80 પીઆર સાથે શાળામાં ત્રીજો નંબર મેળવ્યો છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

નાણાકીય સંઘર્ષ વચ્ચે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુંઃ પીએમ સ્કૂલ ટોચના પ્રદર્શનકારોને જુએ છે | Achira News