સયાજીગંજના ફોનિક્સ કોમ્પ્લેક્ષમાં આવેલી વી વર્લ્ડ વિઝાના સંચાલક વિરલ શાહ સામે વધુ એક ઠગાઈનો ગુનો નોંધાયો છે. વિરલે મહેસાણાના યુવકને ન્યૂઝીલેન્ડના વર્ક વિઝા કરાવી આપવાના બહાને રૂ.8 લાખ પડાવી લીધા હતા, જે અંગે સયાજીગંજ પોલીસે ગુનો નોંધ્યો હતો. મહેસાણાના બ્રાહ્મણવાડા ગામ ખાતે રહેતા ચિરાગ દશરથ પટેલ ખડીની રોયલ ક્રેસ્ટર પ્રા.લી.ના પ્લાન્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરે કરે છે. ચિરાગ પટેલે સોશિયલ મીડિયા પર વી વર્લ્ડ વિઝા (ફોનિક્સ કોમ્પ્લેક્ષ, સયાજીગંજ)ની જાહેરાત જોઈ હતી. ત્યારબાદ ચિરાગ પટેલ અને તેની બહેન વી વર્લ્ડ વિઝાની ઓફિસે ગયા હતા, જ્યાં તેને વિરલ દિનેશ શાહ મળ્યો હતો. તેમને ન્યૂઝીલેન્ડના વર્ક વિઝા અંગે વાત કરી હતી. ત્યારે વિરલ શાહે કહ્યું હતું કે, ન્યૂઝીલેન્ડના વર્ક વિઝા માટે પહેલાં દુબઈ જવું પડશે અને દુબઈ ગયા પછી દુબઈની કન્સલટન્સીમાં ન્યુઝીલેન્ડના વર્ક વિઝા પરમિટની ફાઇલ મૂકીશું. તેનો ખર્ચ રૂપિયા 8 લાખ થશે. જોકે ત્યાર બાદ ચિરાગ પટેલે વિરલ શાહને રૂપિયા 8 લાખ ચૂકવ્યા હતા. વિરલ શાહે ચિરાગને વિઝિટર વિઝા પર દુબઈ મોકલી દીધો હતો અને એક મહિના બાદ ચિરાગને દુબઈથી પરત ભારત બોલાવી લીધો હતો. આ ઉપરાંત તેને છ મહિનામાં ન્યૂઝીલેન્ડના વર્ક વિઝાનું કામ થઈ જશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. પરંતુ ત્યાર બાદ વિઝાનું કોઈ કામ કરાયું નહોતું. ચિરાગે તેના રૂપિયા પરત માગતા વિરલ વાયદા કરવા લાગ્યો હતો. ત્યારે ચિરાગની ફરિયાદ આધારે સયાજીગંજ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. ભાસ્કર ઇનસાઇડ - વિરલે 38થી વધુ લોકો સાથે જર્મની, રશિયા અને ન્યૂઝીલેન્ડના વિઝાના નામે લાખોની ઠગાઈ કરી અગાઉ વિરલ શાહ સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જ યુવકે રૂ.1.50 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. યુવકને રશિયા મોકલવાના બહાને ઠગાઈ કરવામાં આવી હતી. બીજી બાજુ જાણવા મળ્યું હતું કે, વિરલ શાહ દ્વારા 38થી વધુ લોકોને જર્મની, રશિયા, ન્યૂઝીલેન્ડ વગેરે મોકલવાના બહાને લાખો રૂપિયા પડાવી લીધા છે. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ લોકો તેની સામે વધુ ફરિયાદ નોંધાવી રહ્યા છે.
ન્યુઝીલેન્ડના નકલી વર્ક વિઝાને લઈને વિરલ શાહ સામે ફરીથી છેતરપિંડીનો કેસ નોંધાયો
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.