Achira News Logo
Achira News

નોરા ફતેહીએ આગામી ફિલ્મ'સરકે ચુનાર "ના વિવાદાસ્પદ ગીત'ધ ડેવિલ" પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી

Western Times
નોરા ફતેહીએ આગામી ફિલ્મ'સરકે ચુનાર "ના વિવાદાસ્પદ ગીત'ધ ડેવિલ" પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી
Full News
Share:

મુંબઈ,એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીએ આવનારી ફિલ્મ ‘કે.ડી.ઃ ધ ડેવિલ’ના ગીત ‘સરકે ચૂનર’ને લઈને સર્જાયેલા વિવાદ પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે, કારણ કે ગીતની હિન્દી વર્ઝનને તેનાં દ્વી અર્થી શબ્દો માટે ટીકા થઈ છે. ગીતનું હિન્દી વર્ઝન, જેમાં નોરા ફતેહી સાથે સંજય દત્ત પણ જોવા મળે છે, ગીત રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર વિરોધનો સામનો કરવો પડ્યો. આક્રોશ પછી આ ગીત યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યું, જોકે તે પહેલા જ વાયરલ થઈ ચૂક્યું હતું. પ્રેમ દ્વારા દિગ્દર્શિત અને ધ્›વ સર્જા અભિનિત આ ફિલ્મ ૩૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ અનેક ભાષાઓમાં રિલીઝ થવાની છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા ચાર મિનિટના વિડિયોમાં, નોરા ફતેહીએ જણાવ્યું કે તેને હિન્દી વર્ઝન અથવા તેના શબ્દો વિશે કોઈ જાણકારી નહોતી. તેણે આ ગીત ત્રણ વર્ષ પહેલા કન્નડમાં શૂટ કર્યું હતું અને મોટા પ્રોજેક્ટ સાથે જોડાયેલું હોવાને કારણે તથા સંજય દત્ત સાથે કામ કરવાની તક હોવાથી તેનો ભાગ બનવા સંમત થઈ હતી, તેનાં કહેવા મુજબ, તે સમયે તેને જે વર્ઝન વિશે માહિતી આપવામાં આવી હતી તેમાં કોઈ સમસ્યા નહોતી, કારણ કે તેણે સેટ પર આપવામાં આવેલાં ભાષાંતર અને સમજણ પર વિશ્વાસ કર્યાે હતો. નોરા ફતેહીએ જણાવ્યું કે હિન્દી વર્ઝન બનાવવામાં આવ્યું તે અંગે તેને જાણ કરવામાં આવી નહોતી અને તેની ઈમેજનો ઉપયોગ કરતાં પહેલાં તેની પાસેથી કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી. તેણે લિરિકલ વિડિયોમાં અનઅપ્›વ્ડ વિઝ્યુઅલ્સના ઉપયોગ અંગે પણ ચિંતા વ્યક્ત કરી અને દાવો કર્યાે કે તેની અને સંજય દત્તની AI-જનરેટેડ ઈમેજનો ઉપયોગ સંમતિ વગર કરવામાં આવ્યો છે.તેણે વધુમાં જણાવ્યું કે હિન્દી વર્ઝન જોયા બાદ, ગીતના શબ્દોને કારણે વિવાદ ઉભો થશે તે સમજતા, તેણે દિગ્દર્શક સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. “મેં આ પ્રોજેક્ટથી મારી જાતને દૂર રાખવાનો નિર્ણય લીધો હતો અને ગીતનું પ્રમોશન ન કરવાનો નિર્ણય લીધો હતો.”SS1MS

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

નોરા ફતેહીએ આગામી ફિલ્મ'સરકે ચુનાર "ના વિવાદાસ્પદ ગીત'ધ ડેવિલ" પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી | Achira News