આકાંક્ષા જિલ્લા અને આકાંક્ષા બ્લોક કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાકક્ષાનો સંપૂર્ણતા અભિયાન કાર્યક્રમ રાજપીપલાના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ઈન્ચાર્જ કલેકટર આર.વી.વાળાની અધ્યક્ષતામાં આરંભ કરવામાં આવ્યો હતો. સીડીએચઓ જનકકુમાર માઢકએ સંપૂર્ણતા અભિયાન- જેમાં છ સૂચકો પર ધ્યાન કેન્દ્રિત કરતા આરોગ્યમાં માતૃત્વ સંભાળ નોંધણી,બાળકોનું રસીકરણ, ડાયાબિટીસ અને હાયપરટેન્શન સ્ક્રીનિંગમાં નોંધપાત્ર વધારો થયા અંગે કામગીરી થઇ હોવાનું જણાવ્યું હતું. જિલ્લા આયોજન અધિકારીશ્રી ઇશ્વરભાઈ પટેલે જણાવ્યુ હતું કે, સંપુર્ણતા અભિયાન- 2 નો કાર્યક્રમ તા. 28 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યો છે જે 14મી એપ્રિલ સુધી ચાલશે.ઉલ્લેખનીય છે કે, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ 2018 માં શરૂ થયો હતો, જેમાં દેશના 112 પછાત જિલ્લાઓને ઝડપી વિકાસ તરફ આગળ ધપાવવાનો હેતુથી આ સફળતાને આધારે 513 તાલુકાઓ માટે અસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાને અસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ પસંદ કરાયો છે. જે આરોગ્ય, પોષણ, શિક્ષણ, કૃષિ,પાણી, નાણાકીય સમાવેશ અને આધુનિક સુવિધાઓ જેવા ક્ષેત્રોમાં સચોટ સેવા પહોંચાડવાનો પ્રયાસ કરે છે. જેનો મુખ્ય હેતુ છે કે, સૌથી પછાત વિસ્તારોમાં નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો થાય, બ્લોક સ્તરેક્ષમતા વિકસે અને સ્પર્ધાત્મક ભાવનાથી કાર્યક્ષમતા વધે તેવો છે.
નર્મદા જિલ્લાએ ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ માટે સંપૂર્ણ અભિયાન શરૂ કર્યું
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.