Achira News Logo
Achira News

નર્મદા જિલ્લામાં ગુજરાત બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થવાની નજીક

Divya Bhaskar
નર્મદા જિલ્લામાં ગુજરાત બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થવાની નજીક
Full News
Share:

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં ધોરણ-10 અને ધો. 12ની જાહેર પરીક્ષાઓ હવે પૂર્ણતાના આરે છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ સોમવારે ધોરણ 12 સામાન્યપ્રવાહ ઈતિહાસ વિષયમાં નોંધાયેલા તમામ 81 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેવી જ રીતે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયમાં નોંધાયેલા કુલ 7,299 વિદ્યાર્થીઓ પૈકી 7123 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે 176 વિદ્યાર્થીની ગેરહાજરી નોંધાઈ હતી. નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડની પરીક્ષાઓ સંપન્ન થવાના આરે પહોંચી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ગેરરિતીનો કેસ નોંધાયો નથી. આદિવાસી બાહુલ્ય ધરાવતાં નર્મદા જિલ્લામાં ધીમે ધીમે શિક્ષણના સ્તરમાં સુધારો આવી રહયો છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

નર્મદા જિલ્લામાં ગુજરાત બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થવાની નજીક | Achira News