Achira News Logo
Achira News

નર્મદા જિલ્લામાં પંચકોશી પરિક્રમા પર વાવાઝોડું ત્રાટક્યું

Divya Bhaskar
નર્મદા જિલ્લામાં પંચકોશી પરિક્રમા પર વાવાઝોડું ત્રાટક્યું
Full News
Share:

નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાના પ્રથમ દિવસે જ વાવાઝોડાનું વિધ્ન નડયું હતું. ભરૂચ અને નર્મદા જિલ્લાના વાતાવરણમાં મોડી સાંજે પલટો આવતાં 30 કિમીથી વધુની ઝડપે વાવાઝોડું ફુંકાયું હતું. વાવાઝોડાના પગલે નર્મદા જિલ્લામાં ચાલી રહેલી પંચકોશી પરિક્રમા અટકાવી દ તિલકવાડા અને શહેરાવ ઘાટ વચ્ચે બનાવેલો હંગામી પુલ બંધ કરી દેવાયો હતો. 600 જેટલા પરિક્રમાવાસીઓ અટવાય જતાં તેમને બોટ મારફતે સલામત કિનારે લાવી આસપાસના આશ્રમો તથા મંદિરોમાં આશરો આપવામાં આવ્યો છે. વાવાઝોડાના પગલે પરિક્રમાના રૂટ પર બનાવવામાં આવેલાં મંડપો ઉડી ગયાં હતાં. બે કલાક સુધી પરિક્રમા રોકી રાખવામાં આવી હતી. એક કલાક સુધી વીજળી પર ડુલ રહેતાં અરાજકતા ફેલાઇ હતી. નર્મદા પરિક્રમા 19 મી માર્ચથી વેહલી સવારથી શરૂ થઈ હતી.ત્યારે 19 મી એ રાત્રિના 8:30 વાગ્યાની આસપાસ વાવાઝોડા સાથે પવન ફૂંકાતા પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુઓને તકલીફોનો સામનો ન કરવો પડે એ માટે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર ખડેપગે રહી મદદે આવ્યું હતું. રાબેતા મુજબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ 19 મી એ રાત્રીએ નર્મદા પરિક્રમા કરવા માટે આવ્યા હતા. વાવાઝોડા સાથે પવન ફૂંકાતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા રામપુરા કીડી મકોડી ઘાટ આવેલા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને રામપુરા આસપાસના ઘરો અને આશ્રમોમાં શિફ્ટ કરાયા હતા. એ દરમિયાન સામે પાર જવા માટેનો હંગામી પુલ હાલ પૂરતો બંધ કરાયો છે.તો બીજી બાજુ બોટો પણ બંધ કરવાના આદેશ અપાયા હતા પરંતુ તિલકવાડા તરફથી રામપુરા કીડી મકોડી ઘાટ તરફ આવી રહેલા 500 થી 600 શ્રદ્ધાળુઓ અટવાઈ જવાની ભીતિને લીધે એ તમામ લોકોને બોટ દ્વારા સામે પાર લઈ જવાયા હતા. નર્મદા પરિક્રમા 19 મી માર્ચથી વેહલી સવારથી શરૂ થઈ હતી.તો વાવાઝોડાને લીધે નર્મદા પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે એ માટે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ ખડેપડે રહ્યું હતું. બે કલાક સુધી પરિક્રમા રોકી રાખવામાં આવી હતી. માંગરોળથી આગળ કોઇને જવા દેવામાં આવ્યાં ન હતાં. વાવાઝોડુ નરમ પડી જતાં પરિક્રમા ફરી શરૂ કરવામાં આવી હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

નર્મદા જિલ્લામાં પંચકોશી પરિક્રમા પર વાવાઝોડું ત્રાટક્યું | Achira News