Achira News Logo
Achira News

નર્મદા નહેર વિસ્તારમાં પક્ષીઓની વસ્તી ગણતરીમાં 95 પ્રજાતિઓમાં 797 પક્ષીઓ નોંધાયા

Divya Bhaskar
નર્મદા નહેર વિસ્તારમાં પક્ષીઓની વસ્તી ગણતરીમાં 95 પ્રજાતિઓમાં 797 પક્ષીઓ નોંધાયા
Full News
Share:

કેવડિયા ( એકતાનગર)માં નર્મદા કેનાલ વિસ્તારમાં પક્ષી ગણતરી કરવામાં આવી હતી જેમાં 95 પ્રજાતિના 797 પક્ષીઓ નોંધવામાં આવ્યાં છે. રાજપીપળામાં આવેલી દેશની એક માત્ર બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના 45 વિદ્યાર્થીઓ અને સરદાર ઝુઓલોજી પાર્કના નિષ્ણાંતો તરફથી પ વિશ્વ આદ્રભૂમિ દિવસની ઉજવણીના ભાગરૂપે, સ્ટેચ્યુ ઓફ યુનિટીખાતે વન્ય જીવ સંરક્ષણ અને જાગૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. નર્મદા કેનાલના જલપ્લાવિત વિસ્તારમાં પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવી હતી. સ્કુલ ઓફ સાયન્સના આચાર્ય ડૉ. દિગ્વિજયસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ ઝુઓલોજી વિભાગના 45 વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો ડૉ. દેવેન્દ્રકુમાર સોલંકી અને ડૉ. પ્રગતિબા ચુડાસમા આ અભિયાનમાં જોડાયા હતા. આ ગણતરીમાં ઝૂલોજીકલ પાર્કની ટીમ અને ઇન્ટર્નશિપ કરી રહેલા વન્યજીવ ઉત્સાહીઓએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ઝૂલોજીકલ પાર્કના એજ્યુકેશન એન્ડ ઓઉટરીચ ઓફિસર ડૉ. શશીકાંત શર્મા અને દર્ષિત શાહની ટીમનેે સમગ્ર કેનાલ વિસ્તારને 6 અલગ-અલગ પોઈન્ટમાં વહેંચવામાં આવ્યા હતા. અનુભવી બર્ડ વોચર્સની કેપ્ટનશીપ હેઠળ વિવિધ ટુકડીઓમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. નિરીક્ષણ દરમિયાન મુખ્યત્વે કાંસ્યપંખ, જલ માંજર, સર્પગ્રીવ, ઢોર બગલા, મોટા-નાના અને વચેટ બગલા, રાખોડી બગલો, વણ બગલો, રાત બગલો, નાનો-મોટો કાજીયો, લટોરો અને ટિટોડી જેવા પક્ષીઓ નોંધાયા હતા. આ ઉપરાંત, શિકારી પક્ષીઓમાં મોટી લરજી, ચોટીલો સાપ માર, મત્સ્યભોજ, શ્વેતનેણ ટીસો અને મધીયો બાજ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.પક્ષીઓની 95 પ્રજાતિઓ અને કુલ 797 પક્ષીઓ નોંધવામાં સફળ રહ્યા હતા. પક્ષીઓને ઓળખવા માટેની રીતોને જાણો પક્ષીનો આકાર અને કદ પક્ષી ગણતરી કરવા શું કરશો

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

નર્મદા નહેર વિસ્તારમાં પક્ષીઓની વસ્તી ગણતરીમાં 95 પ્રજાતિઓમાં 797 પક્ષીઓ નોંધાયા | Achira News