સાણંદ તાલુકાનાં ચાંગોદર માં રૂદ્ર આરંભ ખાતે રહેતા સુરજ કુમાર રામચરણ વર્મા (ઉં.વર્ષ-32) એ તા.27 એપ્રિલ નાં રોજ નવી કાર ખરીદી હતી જેઓ પોતાની કાર લઈને મોરૈયા ખાતે આવેલ એસ.આર.એસ. એવન્યુ માં રહેતા પોતાનાં મિત્રને ત્યાં શુક્રવારે કાર લઈને ગયા હતાં ત્યાં શુકન માટે શ્રીફળ કારનાં ટાયર નીચે મુકી કારનું મુહુર્ત કરવા જતાં હતા જ્યાં આસપાસ લોકો ઉભા હતા ત્યારે અચાનક શ્રીફળ સ્લિપ મારી જતાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા જમણી બાજુ દીવાલ સાથે કાર અથડાઈ હતી જેમાં એક બાળક સાઈકલ લઈને જતો હતો તેનો આબાદ બચાવ થયો હતો અને આ અકસ્માત માં 56 વર્ષિય મધુબેન કાર નીચે આવી ગયા હતા જેમાં કાર નીચે થી બહાર કાઢતાં તેમને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી જેથી ઈજાગ્રસ્ત મધુબહેનને તાત્કાલિક હોસ્પીટલાઈઝ કરાયા હતા જ્યાં તા.1 નાં રોજ તબીબો એ તેઓને મૃત જાહેર કર્યા હતા.બનાવની જાણ ચાંગોદર પોલીસને થતાં પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો વેલંજા રહેતા અને કાપડના કારખાનામાં સુપરવાઈઝર 41 વર્ષીય યુવક સાથે મુંબઈની યુવતી અને તેના પરિવારે લગ્નનું નાટક રચી લાખો રૂપિયાની ઠગાઈ કરી છે.લગ્ન મંડપમાં જ આબરૂની દુહાઈ દઈ ર લાખ પડાવ્યા બાદ લૂંટરી દુલ્હન માત્ર 10 દિવસમાં સોના-ચાંદીના દાગીના લઈ મુંબઈ પલાયન થઈ ગઈ છે.હવે આ ટોળકી યુવક પાસે દર મહિને 50 હજાર રૂપિયાની માંગણી કરી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રહી છે. મૂળ ભાવનગર કણબીવાડના વતની અને હાલ ઉમરા વેલંજા ખાતે રહેતા ઉમેશ દેવેન્દ્રભાઈ ધોળકીયાએ પોતાના લગ્ન માટે 'Saadi.com' પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.ઓગસ્ટ-2025માં તેમનો સંપર્ક મુંબઈના કલ્યાણમાં રહેતી અર્ચના કપૂરચંદ માહાનંદ સાથે થયો હતો.અર્ચનાએ શરૂઆતથી જ લગ્ન બાદ અલગ રહેવાની અને બહાર નોકરી કરવાની શરતો મૂકી હતી.ઉમેશે એ સ્વીકારી લેતાં ગત 3 ફેબ્રુઆરીએ સિંગણપોર ખાતે લગ્ન નિર્ધારિત હતા.લગ્નવિધિ સમયે જ અર્ચના તેનાં માતા-પિતા અને બહેને લગ્ન ખર્ચ પેટે 3 લાખની માંગણી કરી હતી.જો રૂપિયા ન મળે તો લગ્ન તોડી નાખવાની ધમકી આપતા,સમાજમાં આબરૂ જશે તેવા ડરથી ઉમેશભાઈએ 2 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.લગ્ન બાદ અર્ચનાએ શરૂઆતથી શરીર સંબંધ બાંધવામાં આનાકાની કરી હતી. આબુ અને અરલેજ પ્રવાસ દરમિયાન પણ તેણે બીમારીના બહાના કાઢ્યા હતા.આબુ પવાસ દરમિયાન તેણે ઉમેશના મોબાઈલમાંથી મહત્ત્વના ચેટ્સ અને પુરાવાઓ પણ ડિલીટ કરી દીધા હતા. લગ્નના 10 દિવસ બાદ 14 ફેબ્રુઆરીએ તે પિયર મુંબઈ જતી રહી હતી.ઉમેશ પત્નીને લેવા મુંબઈ ગયો ત્યારે અર્ચનાએ કહી દીધું હતું કે, હું આવવાની નથી.જો છૂટાછેડા લેવા હશે તો દર મહિને પરિવારને 50 હજાર આપવા પડશે અને દબાણ કરશો તો તેની બહેન વૈભવી પર બળાત્કારની ફરિયાદ કરશે તેવી ધમકી આપી હતી.ત્યારબાદ તપાસ કરતાં જાણવા મળ્યું કે અર્ચના પિયર જતી વખતે 2 લાખ રોકડા ઉપરાંત સોનાનું મંગળસૂત્ર,હાર,નાકનો દાણો અને ચાંદીની પાયલ મળી રૂ.3.93 લાખની મતા સાથે લઇ ગઈ છે.ઉત્રાણ પોલીસે અર્ચના,તેની બહેન વૈભવી,માતા આશાબેન અને પિતા કપૂરચંદ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચોઃ Gujarat Weather News: ગરમી અને ઉકળાટ વચ્ચે અરવલ્લીમાં વહેલી સવારે વરસાદ ખાબક્યો અમદાવાદીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરમાં SG હાઇવે પર હવે ટ્રાફિકની પળોજણથી વાહન ચાલકોને રાહત મળશે, શહેરના સૌથી વ્યસ્ત ગણાતા SG હાઇવે પર સાયન્સ સિટીથી કર્ણાવતી ક્લબ સુધીનો 4 કિલોમીટર લાંબો એલિવેટેડ બ્રિજ આગામી જૂન મહિનાથી જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.આ નવો બ્રિજ શરૂ થતા જ વાહનચાલકો આ ત્રણેય મુખ્ય જંક્શન પરના ટ્રાફિક અને સિગ્નલોમાં ફસાયા વગર સીધા જ પસાર થઈ શકશે. અંદાજે 500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ 4 કિમીની લંબાઈ ધરાવતો શહેરના સૌથી લાંબા એલિવેટેડ કોરિડોર પૈકીનો એક હોવાનો દાવો કરાયો છે. આ બ્રિજ કાર્યરત થયા બાદ સાયન્સ સિટીથી કર્ણાવતી ક્લબ સુધીનું અંતર હવે મિનિટોમાં કપાઈ જશે.સિગ્નલ પર વાહનો ઊભા ન રહેવાને કારણે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. ગાંધીનગર અને સૌરાષ્ટ્ર તરફ જતા વાહનોને શહેરના આંતરિક ટ્રાફિકનો સામનો નહીં કરવો પડે. બ્રિજનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ફાઇનલ ટચ આપવામાં આવી રહ્યો છે.તંત્ર દ્વારા જૂન મહિનામાં તેનું લોકાર્પણ કરવાની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.ચોમાસું શરૂ થાય તે પહેલા આ બ્રિજ શરૂ થઈ જવાથી વરસાદી માહોલમાં થતા ટ્રાફિક જામની સમસ્યામાંથી પણ શહેરીજનોને મોટી રાહત મળશે.આ પણ વાંચોઃ Surat News: વરાછાની SBI બેંકમાં 50 લાખની લૂંટ કરનાર બે આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા
નવા કારના માલિકે મિત્રની મદદથી મોરૈયા સુધી સવારી કરી
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.