નર્મદા જિલ્લા ભાજપની નવી ટીમની જાહેરાત બાદ પાયાના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવની નવી ટીમમાં યુવાઓને વધુ સ્થાન આપવામાં આવ્યું છે. મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી, કાર્યાલય મંત્રી, કોષાધ્યક્ષ સહિત અન્ય મોરચાઓના પ્રમુખોના જિલ્લા સંગઠન નવનિયુક્ત જિલ્લા ભાજપના પદાધિકારીઓની પરિચય બેઠક કમલમ કાર્યાલય ખાતે મળી હતી. ભાજપની નવી ટીમમાં યુવાનો અને યુવા મહિલાઓ સહિત દરેક વર્ગને સરખું સ્થાન આપી રાજકીય સમીકરણો સાચવવામાં આવ્યાં છે. અનુભવી કાર્યકરો સાથે નવા ચહેરાઓને પણ જવાબદારી સોંપવામાં આવતા સંગઠનમાં નવી ઉર્જાનો સંચાર થયો હોવાનું કાર્યકરો માં એક ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. પરંતુ યુવાનો ના હાથમાં જવાબદારી આવતા જૂના કાર્યકરોમાં થોડી નારાજગી જોવા મળી હતી. પાયાના કાર્યકરોની અવગણના કરવામાં આવતાં રોષ જોવા મળી રહયો છે. જિલ્લા પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું કે, તમામ તાલુકાઓને જિલ્લાની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. હજી તાલુકા, જિલ્લા કારોબારી સહિતના સંગઠનોમાં નિમણૂંકો બાકી હોવાથી અન્ય કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવશે. આદિવાસી સમાજમાં દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાના વધી રહેલાં પ્રભાવ સામે આગામી ચૂંટણીઓ નવા સંગઠન માટે પડકાર બનશે.
નવી ટીમની જાહેરાત વચ્ચે નર્મદા જિલ્લાના ભાજપ કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળ્યો
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.